Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આજથી પોર્ટલનું લોન્ચિંગ

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષીકેશ પટેલ દ્વારા આજે તમામ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે જીસીએએસ પોર્ટલનું લોંચિંગ કરશે. તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન હવેથી ઓનલાઇન થઈ શકશે. વિદ્યાર્થીઓ માટે એડમિશન માટે કોમન પોર્ટલની આજથી શરુઆત થશે. વિદ્યાર્થીઓએ માત્ર પોતાનો ડેટા જ અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ એક જ પ્રવેશ ફીમાં તમામ યુનિવર્સિટીમા એડમિશન થઈ શકશે.

તમામ યુનિવર્સિટીમાં એડમિશન થશે

તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી રહી છે. ત્યારે હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટીમાં અરજી

ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકો છો. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂપિયા 500 ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટીમાં અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રહેશે. ત્યારબાદ આ પોર્ટલ કાર્યરત થતા હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓને અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા નહિ કરવી પડે તેથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થઈ થશે.

ક્લિક કરતાં જ પ્રવેશની તમામ માહિતી

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મારફત પ્રવેશ પ્રક્રીયાની તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જશે. વિદ્યાર્થીઓને ચોઇસ ભરવા સાથે ઓનલાઇન નોંધણી અને બોર્ડનો ડેટા ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીનું પરિણામ વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાથી જ ઉપલબ્ધ થઈ થશે. એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્રારા કોલેજ કક્ષાએ જ વિધાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી થશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓના ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત કરાઈ છે.

OTP આધારિત લોગીનની સુવિધા

એડમિશન માટેનું કન્ફર્મેશન અને વિદ્યાર્થીઓ દ્વારા ફીની ઓનલાઈન ચુકવણી સહિત એસ.એમ.એસ અથવા ઈમેલ દ્વારા માહિતી વિતરણની પણ સેવાઓ આ પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સાથ સાથે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, કોલેજ તમામને OTP આધારિત લોગીનની સુવિધા અને શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ માટે અલગ ડેશબોર્ડ, રિપોર્ટ્સ માટેની પણ આ પોર્ટલમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

શું છે પોર્ટલની વિશેષતાઓ?

વિદ્યાર્થીઓ દ્વારા એક જ પ્રવેશ ફી ભરીને એક સાથે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં સાથે અલગ અલગ ફેકલ્ટીમાં અમર્યાદિત અરજી કરવાની સુવિધા આ પોર્ટલ થકી મળશે. યુનિવર્સિટીને પણ તેમના વિદ્યાર્થીનો ડેટા સિક્યોર એપ્લીકેશન દ્વારા મળશે. ગુજરાત રાજ્ય પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગતની તમામ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાનો ડેટા શિક્ષણ વિભાગને સિંગલ ક્લિક પર રીયલ ટાઈમમાં મળશે. સાથે જ ઓટો સ્કેલિંગ અને વિશ્વસનીયતા માટે ક્લાઉડ આધારિત સોલ્યુશન પણ આમાં ઉપલબ્ધ કર્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો , જાણો કયા કેટલો પારો ગગડ્યો