Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે કહ્યું હતું કે ગાઝામાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા હુમલા પછી ઇઝરાયલ યુદ્ધમાં  છે. સેલેબ્સ જેમ કે ગેલ ગેડોટ, જેઓ ઇઝરાયલના છે, અને અન્ય લોકોએ બંને બાજુના ઘાતક હુમલાઓ અને હિંસા પર પ્રતિક્રિયા આપી છે. સ્વરા ભાસ્કર અને કંગના રનૌત એ પ્રથમ કેટલીક ભારતીય સેલિબ્રિટીઓમાં સામેલ છે, જેમણે ચાલી રહેલા સંઘર્ષ પર પ્રતિક્રિયા આપી છે. જ્યારે સ્વરાએ તેમની નિંદા કરી હતી. જ્યારે કંગના રનૌતે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

સ્વરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, "જો તમે પેલેસ્ટિનિયનો પર ઇઝરાયલના અવિરત અત્યાચાર, પેલેસ્ટિનિયન ઘરો પર બળજબરીપૂર્વક કબજો, બળજબરીથી હકાલપટ્ટી, વસાહતી ઇઝરાયલીઓની હિંસા, પેલેસ્ટિનિયન બાળકો અને કિશોરોની હત્યા પર આઘાત અને ભયાનકતા અનુભવી ન હોય તો મને ડર છે કે ઇઝરાયેલ પર હમાસના હુમલાઓથી તમારો આઘાત ભયાનક અને થોડો દંભી લાગે છે." સ્વરાએ તાજેતરની હિંસા પર લોકોની પ્રતિક્રિયા પર સવાલ કર્યો હતો.

આ પહેલીવાર નથી જ્યારે સ્વરા ભાસ્કરે ઈઝરાયેલની ટીકા કરી હોય. 2021 માં, પેલેસ્ટાઈન પ્રદર્શનકારીઓ અને ઈઝરાયેલી દળો વચ્ચે પૂર્વ જેરુસલેમમાં વધી રહેલી હિંસા વચ્ચે તેણીએ ઈઝરાયેલને 'રંગભેદી રાજ્ય' ગણાવ્યું હતું. ઘાતક હુમલા બાદ સ્વરાએ ટ્વીટ કર્યું હતું કે, “ઈઝરાયેલ રંગભેદી રાજ્ય છે. ઈઝરાયેલ એક આતંકવાદી રાજ્ય છે.ફ્રી પેલેસ્ટાઈન.”