Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ભારતીય અભિનેત્રી પાયલ ઘોષે ક્રિકેટર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે તેની એક શરત છે. ચાલી રહેલા ICC ODI વર્લ્ડ કપ 2023માં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ શમીને લગ્નનો પ્રસ્તાવ આપવા માટે પાયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેણે થોડા દિવસ પહેલા એક પોસ્ટ શેર કરી હતી, જે હાલ વાઇરલ થઈ રહી છે. મોહમ્મદ શમીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ, પાયલે કહ્યું કે તે તેની બીજી પત્ની બનવા માટે તૈયાર છે પરંતુ તે ઈચ્છે છે કે તે તેનું અંગ્રેજી સુધારે.

"શમી તુમ અપના અંગ્રેજી સુધારલો, આઈ એમ રેડી ટુ મેરી યુ (Shami Tum apna English sudharlo, I’m ready to marry you)," તેણીએ પોસ્ટ કરી હતી, જે પોસ્ટ વાયરલ થઈ છે. શમીએ હજુ લગ્નના પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પાયલ ઘોષ 31 વર્ષીય અભિનેત્રી છે જે, છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહી છે. પ્રાયનમ (તેલુગુ)માં કામ કર્યું છે. 2009માં રિલીઝ થયેલી તેની એક ફિલ્મમાં મંચુ મનોજ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ તેણીએ તેલુગુ ફિલ્મ ઉસરાવેલ્લી સાઈન કરી અને જુનિયર એનટીઆર સાથે અભિનય કર્યો. બોલિવૂડમાં પ્રવેશ કરતાં પહેલાં તેણે મિસ્ટર રાસ્કલ (તેલુગુ)માં પણ કામ કર્યું હતું. તે હિટ ટીવી શો સાથ નિભાના સાથિયામાં પણ જોવા મળી છે.

દરમિયાન મોહમ્મદ શમીએ પહેલા હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. તે બંને એ 2014માં લગ્ન કર્યા હતા પરંતુ, અંતમાં અલગ થઈ ગયા હતા. હસીને શમી પર મેચ ફિક્સિંગ અને ઘરેલું હિંસાનો આરોપ મૂકતાં તેઓના છૂટાછેડા થયા હતા. તે બંનેને એક પુત્રી છે, જેનો 2015માં જન્મ થયો હતો. 

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 4 મેચમાં 16 વિકેટ લીધી છે અને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.