Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

Ahmedabad: શહેરના જૂહાપુરા વિસ્તારમાંથી રૂ 52.28 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી અને સોહેલ અશરફ મન્સુરીને મેટ્રોપોલીટન કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. 

ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ રિમાન્ડ અરજીમાં આશંકા વ્યકત કરી હતી કે, જે પ્રમાણે એમડી ડ્રગ્સનો આ જથ્થો આવી રહ્યો છે, તે જોતાં વિદેશી કે આંતરરાજય ગેંગની સંડોવણી છે, તેથી તે દિશામાં તપાસ કરવી ખૂબ જરૂરી છે.

જુહાપુરામાંથી રૂ 52.28 લાખના ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી અને સોહેલ અશરફ મન્સુરીને પોલીસે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, એટલે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવો જરૂરી છે અને તેથી ખૂટતી કડીઓ મેળવવાની છે. આરોપીઓના બેંક ખાતાઓ અને મોબાઈલ ફોનની તપાસમાં ઘણા રહસ્યો બહાર આવી શકે તેમ છે તેથી તેની પણ તપાસ કરવાની છે. આરોપીઓ આટલો મોટો મેફેડ્રોનનો જથ્થો કયાંથી લાવ્યા? અને કોને વેચવાના હતા, આ સિવાય કેટલી વાર આરોપીઓ આ પ્રકારે મેફેડ્રોનનો જથ્થો લાવ્યા છે? ઝડપાયેલ આોપીઓએ મેફેડ્રોનનો જથ્થો આરીફ મોહંમદ પઠાણે મોકલી આપ્યો હતો જેથી તે અંગેની તપાસ કરવાની છે. આરોપી તૌફ્કિ જુહાપુરા, શાહઆલમ, દાણીલીમડા, જમાલપુર સહિતના વિસ્તારમાં ડ્રગ્સ વેચતો હતો તો તેના ડ્રગ્સ પેડલર કોણ છે? આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોની કોની સાથે વાત કરતા હતા? આરોપીઓ પાસે બીજો કોઇ જથ્થો છે કે નહીં?, આરોપીઓને નાંણાકીય સહાય કોણ પૂરી પાડતું હતું?, આરોપીઓની મિલ્કત સંબંધી પણ તપાસ કરવાની છે. આરોપી નારોલ ખાતે હોટલમાં રોકાયો હતો, તો ત્યાં તેને કોણ કોણ મળવા આવ્યું હતું? અને હોટલમાં કોઇ ટ્રાન્ઝેકશન થયા છે? તે સહિતની વિગતોની પૂછપરછ માટે આરોપીઓના રિમાન્ડ જરૂરી છે.

ફતેવાડીમાંથી મેફેડ્રોનના જથ્થા સાથે પકડાયેલ ઝાકીરહુસૈન શેખને 4 દિવસના રિમાન્ડ

શહેરના સરખેજ ફતેહવાડી પાસેથી રૂ. 60.24 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે પકડાયેલ ઝાકીરહુસેન ગુલામરસુલ શેખને કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો હતો. પોલીસે આરોપી ઝાકીરહુસૈન શેખના રિમાન્ડ માંગતા સરકારી વકીલ વાય.કે.વ્યાસે કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી જથ્થો વેચાણ કરનાર મનુભાઇ ચૌધરીને સારી રીતે ઓળખે છે તેથી તેને સાથે હાજર રાખી પૂછપરછ કરવી જરૂરી છે. મેફેડ્રોનનો જથ્થો મોકલનાર અનવરહુસેન ક્યાં રહે છે?, આરોપીઓએ મેફેડ્રોનનો જથ્થો અમદાવાદમાં ક્યાં ક્યાં અને કોને કોને આપ્યો છે?, આરોપી છ મહિનાથી મેફેડ્રોન લાવી વેચતો હતો તો તેણે કોને કોને વેચવા આપ્યું? આરોપી નહીં પકડાયેલ આરોપી મનુ ચૌધરીને છ લાખ રોકડા આપી ડ્રગ્સ લાવ્યો હતો, તો તે પૈસા ક્યાંથી લાવ્યો?, આરોપીના બેંક એકાઉન્ટ અને કોલ ડિટેલ્સની તપાસ કરવાની છે, તેથી કોર્ટે આરોપીના પૂરતા રિમાન્ડ આપવાજોઇએ. કોર્ટે આરોપી ઝાકીરહુસૈન ગુલામરસુલ શેખને ચાર દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો.

Related Articles