Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માત થતા કુલ 4ના મોત થયા છે. જેમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે કાર પલટી મારી ડીવાઈડર કુદાવી સામેથી આવતી આઈસર સાથે અથડાઈ ગઈ હતી. તેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

હળવદના ગોલાસણના યુવાનો લગ્નમાંથી પરત ફરતા આ બનાવ બન્યો

હળવદના ગોલાસણના યુવાનો લગ્નમાંથી પરત ફરતા આ બનાવ બન્યો છે. જેમાં ધાંગધ્રા હાઈવે પર અકસ્માતમાં કુલ 4ના મોત અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નરાળી ગામેથી રાત્રિના લગ્નમાંથી પરત ફરતા બનાવ બન્યો છે. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી આઇસર સાથે અકસ્માત થયો છે. ત્યારે 3 મૃતદેહને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા છે. 4 લોકોને સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જતાં 1નુ મોત થયુ છે. એક જ ગામના ચાર યુવાનોના મોત થતાં ગામ હિબકે ચડ્યું છે.

અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા ઉજાગ્રસ્ત થયા

મૃતકોના નામમાં કિરણ મનુભાઈ સુરેલા, કરશનભાઈ ભરતભાઈ રાતૈયા, ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા તથા કાનજીભાઈ ભૂપત રાતૈયા છે. તેમજ ઈજાગ્રસ્તના નામ કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા તેમજ અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા અન્ય એકનું નામ સામે આવ્યું નથી. 

આ પણ વાંચો: કરોડોના બાકી ટેક્સ સામે RMC એક્શનમાં, એક જ દિવસમાં બોલાવ્યો સપાટો