Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજકોટ યાર્ડમાં આજે ઘણી બધી જણસીની આવક થઇ હતી. ત્યારે ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા હતા. જો કે આ રાજકોટ યાર્ડમાં બટાકા અને  કપાસની સારી એવી આવક પણ નોંધાવવામાં આવી હતી. કપાસની 4700 ક્વિન્ટલ આવક થઇ તેમ જાણવા મળ્યું હતું અને કપાસના પણ એક મણના 1500 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા.

આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીની મોટાપાયે આવક થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. આ યાર્ડમાં કપાસ અને બટાકાની પણ મબલક આવક થઈ હતી. ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળે છે તેથી ખેડૂતો દુર દુરથી પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવી ગયા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારે આ માર્કેટ યાર્ડમાં 4700 ક્વિન્ટલ કપાસની સારી એવી આવક થઈ હતી. આ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1225 થી 1500 રૂપિયાએ  મણ મળ્યાં છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં બટાકાની પણ સૌથી વધારે આવક થઈ. જો કે બટાકાની 3530 ક્વિન્ટલ આવક થઈ હતી. ત્યારે બટેટાના ભાવ પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં મળ્યા છે. બટેટાના ભાવ 130 થી 500 રૂપિયા મણના બોલાયા હતા.

છેલ્લા ઘણા બધા દિવસોથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માર્કેટ યાર્ડમાં 3 હજાર ક્વિન્ટલ મગફળીની આવક થઈ. મળેલ માહિતી મુજબ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની આવક 1350 ક્વિન્ટલ થઈ હતી. ત્યારે જાડી મગફળીનો ભાવ 1120 થી 1435 રૂપિયા જેટલો બોલાયો હતો. જીણી મગફળીની આવક પણ 1350 ક્વિન્ટલ નોંધાઈ હતી. ત્યારે જીણી મગફળીનો ભાવ 1125 થી 1330 રૂપિયા ભાવ નોંધાયો હતો.

માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની 1200,તલી 400,સીંગફાડા 1300,સોયાબીનની 500 ઉપરાંત તુવેરદાળની 400 ક્વિન્ટલ આવક થઇ હતી. આ યાર્ડમાં 30થી પણ વધારે જણસીની સારી એવી આવક થઇ હતી. તેમજ 30થી પણ વધારે શાકભાજીની આવક થયેલ નોંધાઈ હતી. માર્કેટ યાર્ડમાં ટમેટાની 1372,રીંગણા 382,કોબીજ 494,દુઘી 395,લીલા મરચાંની 483 અને લીલા ચણાની 335 ક્વિન્ટલ આવક નોંધવામાં આવી હતી.

 આ પણ વાંચો : ચાઇનીઝ દોરીથી મોભીનું ગળું કપાયું, લોકોને કરી અપીલ