Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. જેમાં કોડીનારના ફાફણી ગામના 28 વર્ષીય યુવકનું મોત થયુ છે. રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્ચો હતો. મૃતક ફાયર બ્રિગેડની તૈયારી કરતો હતો. વધતા જતા હ્રદય હુમલાના બનાવે વધુ એક યુવાનનો ભોગ લેતા પરિવારમાં શોકનો માહોલ છે.

28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મૃત્યુ

કોડીનારના ફાફણી ગામના એક યુવાનનું 28 વર્ષીયની ઉંમરે હ્રદય થંભી જતાં મોત થયુ છે. ફાયર બ્રિગેડની તૈયારી કરતા યુવાનને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. પોતાના જ ગામમાં પ્રેક્ટિસ દરમિયાન ભુપત સોલંકી નામના યુવાનનું મોત થતા સ્થાનિક યુવાનોમાં ભયનો માહોલ છે. યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ મુજબ છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે.  તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે.

85% મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે

અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે વર્ષ 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી જ પીડિત હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ મુજબ, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85% મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.

આ પણ વાંચો:  અમદાવાદથી વધુ એક ફ્લાઈટ અયોધ્યા જશે, બે કલાકમાં સીધા રામ નગરી