Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રેલવે વિભાગ દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા હવે વેરાવળ અને સુરત વચ્ચે પણ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન 12 ડિસેમ્બર 2023 થી 30 જાન્યુઆરી 2024 સુધી ચાલશે તેમ હાલ નિર્ણય લેવમાં આવ્યો છે. અઠવાડિયામાં દર સોમવારે સુરતથી અને દર મંગળવારે વેરાવળ રેલવે સ્ટેશન ઉપરથી આ ટ્રેન ઉપડશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ ભાડાનું આયોજન કરીને સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે આ અંગે જણાવ્યું હતું કે, આ ટ્રેન વેરાવળથી દર અઠવાડિયામાં મંગળવારે સવારે 11.05 કલાકે દોડશે.

આ ટ્રેનને 12 ડિસેમ્બર 2023 થી 30 જાન્યુઆરી 2024 સુધી ચલાવવાનો હાલ પૂરતો નિર્ણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન નંબર 09018 વેરાવળ થી સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચી જશે.

આ ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારના રોજ સુરતથી 19.30 કલાકે ઉપડી જશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચી જશે. આ ટ્રેન 11 ડિસેમ્બર 2023 થી 29 જાન્યુઆરી, 2024 સુધી ચાલુ રેહશે તેમ હાલ પૂરતો નિર્ણય લેવામા આવ્યો છે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે તેમ પણ આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રેનના બૂકિંગ માટેની પણ ઓનલાઇન અને ઓફલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે.ટ્રેન નંબર 09018 અને 09017 માટે બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર હાલ બૂકિંગ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતીઓ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ આપવામાં આવી છે તેની મુલાકાત મુસાફરો લઈ શકે છે.

આ પણ વાંચો : 6 વર્ષની નાની દીકરીએ સર કર્યો કેદારકંઠા શિખર, 12500 ફૂટની ઊંચાઈએ લહેરાવ્યો તિરંગો