Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરમાં રહેતા 74 વર્ષીય સમાજ સેવકને રાષ્ટ્રપતિના હસ્તે ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ડો.સુભાષભાઈને પુનર્વાસ પેશેવર-દિવ્યાંગતાના ક્ષેત્રમાં કાર્યરતનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

શહેરમાં રહેતા 74 વર્ષીય સમાજ સેવક જેઓને હાલમાં જ રાષ્ટ્રપતિના હસ્તે પુનર્વાસ પેશેવર-દિવ્યાંગતાના ક્ષેત્રે કાર્યરતનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ડો.સુભાષ આપ્ટેએ ઓક્યુપેશનલ થેરાપી દ્વારા અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ દિવ્યાંગ બાળકોને નિ:શુલ્ક સારવાર આપી  છે. ઉલ્લેખનીય વાત એ છે કે, આ નેશનલ એવોર્ડ માટે દેશભરમાંથી કુલ 1371 જેટલાએ અરજી કરી હતી. જેમાંથી માત્ર 30 લોકો જ નેશનલ એવોર્ડ માટે સિલેક્ટ થયા હતા.

સુભાષભાઈને પ્રોફેશનલ એક્સેલન્સી એવોર્ડ એનાયત

ડો.સુભાષ આપ્ટેએ ઓક્યુપેશનલ થેરાપી તથા અથાગ સમર્પણની ભાવનાથી અસંખ્ય દિવ્યાંગોનું જીવન પ્રભાવિત કર્યું. કેટલાયનું જીવન સમૃદ્ધ બનાવ્યું અને સમાજમાં સમભાવ દાખવવા પ્રોત્સાહન પણ આપ્યું છે. તેમની અસાધારણ સિદ્ધિઓને બિરદાવવા માટે અનેક સંસ્થાઓ દ્વારા પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. જેમાં પ્રોફેશનલ એક્સેલેન્સી એવોર્ડ અને બેસ્ટ પ્રોફેશનલ એવોર્ડનો સમાવેશ થાય છે.

સુભાષભાઈએ લખેલ પુસ્તકે માત્ર જ્ઞાન ક્ષેત્રમાં યોગદાન આપ્યું નથી પરંતુ પ્રોફેશનલ અને સંભાળ કરનારાઓના મૂલ્યવાન સંસાધન તરીકે પણ સેવા આપી છે. આમ તેમના દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યની માન્યતાઓમાં તેમને સર્વશ્રેષ્ઠ પુનર્વસન પેશેવર દિવ્યાંગતાના ક્ષેત્રમાં કાર્યરત શ્રેણીમાં વ્યક્તિગત ઉત્કૃષ્ટતા માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર 2023માં એનાયત કરવામાં આવ્યો છે.

ડો.સુભાષભાઈ રઘુનાથ આપ્ટેને જણાવ્યું હતું કે તેઓ મૂળ મુંબઈના જ વતની છે. અને છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં રહે છે. હાલ તેઓ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે મુંબઈમાં આવેલ કે.એમ. હોસ્પિટલમાંથી ઓક્યુપેશનલ થેરાપીનો અભ્યાસ કરેલ છે. ત્યારબાદ અમદાવાદમાં બી.એમ. ઈન્સ્ટિટ્યુટ માંથી તેમણે માસ્ટર ઇન ઓક્યુપેશનલ થેરાપીનો અભ્યાસ કર્યો છે.

કમલીની સારાભાઈના સમાજ સેવાના કાર્યોથી પ્રભાવિત થયા

અભ્યાસની સાથે તેઓ પ્રેક્ટિસ પણ કરતા હતા.એ પછી તેમણે બી. એમ. ઈન્સ્ટિટ્યૂટમાં 35 વર્ષ નોકરી કરી હતી. છેલ્લે તેમણે બી.એમ. ઈન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર તરીકે પણ 5 વર્ષ ફરજ બજાવી વર્ષ 2012માં નિવૃત્ત થયા હતા. ત્યારબાદ વિક્રમ સારાભાઈના ભાભી કમલીની સારાભાઈના સમાજ સેવાના કાર્યોથી પણ પ્રભાવિત થઈને સુભાષભાઈ દિવ્યાંગોને મદદ કરતી સંસ્થા સાથે જોડાઈ ગયા . સમાજ સેવા કરવાનું બીડું તેઓએ ઝડપી લીધું.

આ પણ વાંચો : ત્રણ દિવસથી લાપત્તા વેપારીની ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવી