Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર ખાતે તા. 10 થી 14મી જાન્યુઆરી દરમ્યાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ચાર દેશનાં રાષ્ટ્ર પ્રમુખ, 18 દેશનાં ગવર્નર- મંત્રીઓ, 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ હાજરી આપવાનાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલેકે આજે ગુજરાત આવી રહ્યા છે.  અમદાવાદ એરપોર્ટ પર દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓ સહિતનાં VVIP મહાનુભાવો  વિમાનમાં આવશે. 

150થી વધુ ચાર્ટડ ફ્લાઈટોની અવર જવરથી એરપોર્ટ ધમધતું રહેશે

અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ દેશ-વિદેશનાં 150થી પણ વધુ ચાર્ટડ ફ્લાઈટોની અવર જવરથી ધમધતું રહેશે. ત્યારે ચાર્ટેડ પ્લેનનાં પાર્કિગની પૂછપરછ પણ શરૂ થઈ જવા પામી છે. ચેક રિપબ્લિકનાં વડાપ્રધાન પેટર ફિયાલા તેમનાં ડેલિગેશન સાથે તારીખ 19મીએ ગુજરાત આવવાનાં છે. તો સાઉદી અરેબિયાનાં મંત્રી ખાલિદ એ.અલ-ફલિહ 10મી તારીખે ગુજરાત આવવાના છે. તો ત્યારે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ એરપોર્ટ પર એક દિવસમાં 400 ફ્લાઈટ આવશે. 

ચાર્ટડ પ્લેન માટે વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થ કરાશે

એરપોર્ટમાં 43 જેટલા વિમાનો માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટોની સાથે ચાર્ટડ પ્લેનની અવર જવરથી અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક રહેશે. તેમજ વધુ ચાર્ટડ પ્લેનનાં પાર્કિગ માટે વડોદરા, રાજકોટ, સુરત એરપોર્ટ પર પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: આરોગ્ય સંસ્થાઓને ઓક્સિજન પ્લાન્ટ સહિત સુવિધા ચકાસવા અપાઇ સુચના