Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

બનાસકાંઠામાં આવેલ કટાવ ધામ સંત ખાખીજી મગારાજની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ત્યારે આ સ્થળે 250 વર્ષથી પણ વધારે જૂનું એક આંબલીનું વૃક્ષ આવેલ છે. આ આંબલીને ચમત્કારી આંબલી તરીકે માનવામાં આવે છે. ત્યારે દૂર દૂરથી અનેક લોકો આ સ્થળે પોતાની મનોકામના લઈ દર્શનાર્થે આવતા હોય છે.

બનાસકાંઠાને સરહદી જિલ્લો ગણવામાં આવે છે. આ જિલ્લો ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પછી બનાસકાંઠા જિલ્લો એ સંતની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. બનાસકાંઠામાં ઘણા બધા પ્રખ્યાત અને પૌરાણિક મંદિરો આવેલ છે. જ્યાં દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે કચ્છના રણને અડીને આવેલ સુઇગામના કટાવધામ ખાતે પણ એક ધાર્મિક સ્થળ આવેલ છે. અહીં ખાખીજી મહારાજની તપોભૂમિ પણ આવેલ છે. તેની સાથે જ એક ચમત્કારી આંબલી પણ આવેલી છે. આ મંદિર સાથે ઘણા બધા લોકોની આસ્થા પણ જોડાયેલ છે. સમગ્ર ગુજરાત ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે અહી આવે છે.

આ પ્રખ્યાત સ્થળ ખાખીજી મહારાજના લીધે સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્યું છે. ત્યારે આ જગ્યા પર અઢીસો વર્ષ પહેલાં ખાખીજી મહારાજએ આંબલીના ઝાડ નીચે બેસીને રામ નામનું તપ કર્યું હતું. હાલમાં પણ આ જગ્યાએ રામનામનો સત અને શ્રધ્ધાનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ જગ્યા પર અઢીસો વર્ષ કરતાથી પણ વધારે જૂનું આંબલીનું વૃક્ષ અડીખમ રીતે ઊભું છે. ત્યારે આ ચમત્કારી આંબલની જોડે હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલ છે. ત્યારે લોકો આ સ્થળે આવી તેમની જીવનની સમસ્યાઓ અને ઈચ્છાઓ માટે બાધા અને માનતાઓ રાખે છે . લોકોની મનોકામના પૂર્ણ થઈ જતાં લોકો અહીં આવી પ્રસાદનું વિતરણ પણ કરે છે. અહીંયા દરરોજ 250થી 300 જેટલા માણસોને ચોખ્ખા ઘીનો શીરો અને મગનો પ્રસાદ ભોજનના સ્વરૂપે નિયમિત આપવામાં આવે છે.

અયોધ્યાના રાઘવેન્દ્ર સરકાર એટલે કનક ભુવન મંદિરની જેમ અહીં કનક ભુવન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દરેક રામજી મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ ઉપરાંત જાનકીની જ મૂર્તિ હોય છે પરંતુ અહીં ફક્ત રામ અને સીતાની જ મૂર્તિ છે. એટલે ભગવાન રામ અહી રાજાના સ્વરૂપે પૂજાય છે.

આ ચમત્કારિક જગ્યા પર નિયમિત રીતે 40 વર્ષથી અખંડ રામધૂન ચાલતી આવે છે. ત્યારે આ વિસ્તારના આસપાસના 31 ગામના લોકો નિયમિત રામધૂનમાં જોડાય છે. અહીં સતત રામધુન ચાલતી રહે છે. આ માટે 31 ગામના લોકોએ જવાબદારી લીધી છે.આ જગ્યામાં આવતા રામધૂનમાં બેસતા માનસિક રીતે ખૂબ શાંતિનો અનુભવ થાય છે.

આ પણ વાંચો : આઇઆઇટીમાંથી કોરોનાનો વધુ એક કેસ મળ્યોઃવિદ્યાર્થી થયા સંક્રમિત