Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મોડી રાત્રે વન વિભાગની ટીમ કૃષ્ણનગર પહોંચી અને અહીંયા તેઓએ તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ દીપડાએ મારણ કર્યું હતું તે વિસ્તારમાં વન વિભાગની ટીમ દ્વારા ખાસ પિંજરૂ મૂકવામાં આવ્યું. ત્યારે અત્યાર સુધીમાં તો વન વિભાગ અલગ અલગ ત્રણ જગ્યાઓએ આ દીપડાને પકડવા પિંજરા મૂક્યા છે.

વાત એમ છે કે રાજકોટ પંથકમાં દીપડાની દેહસત યથાવત્ છે. 26 ડિસેમ્બરના રોજ દીપડાએ કૃષ્ણનગરમાં શ્વાનનું મારણ કર્યું. ત્યારે વન વિભાગની ટીમ તપાસ માટે અને દીપડાને પકડવા ત્યાં પહોંચી હતી. ત્યારે પિંજરું મૂકી દીપડાને ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી. રાજકોટ શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પણ દસ દિવસ જેટલા સમયથી દીપડો અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો હોવાના દાવાઓ સામે આવ્યો છે. ત્યારે 26 ડિસેમ્બરની રાત્રે પણ દીપડાએ કૃષ્ણનગરમાં શ્વાનનું મારણ કર્યું હોવાનું હાલ સામે આવ્યું. ત્યારે મોડી રાત્રે વન વિભાગની ટીમ પણ કૃષ્ણનગર પહોંચી અને અહીંયા તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ દીપડાએ મારણ કર્યું હતું તે વિસ્તારમાં વન વિભાગની ટીમે ખાસ પિંજરૂ પણ મૂક્યું છે. અત્યાર સુધીમાં તો વન વિભાગ અલગ અલગ ત્રણ જગ્યાએ આવા પિંજરા દીપડાને પકડવા માટે મૂક્યા છે.

રાજકોટ પંથકમાં દીપડો આવ્યો હોવાની વાતને વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ હવે સ્વીકારવામાં આવી હતી. ત્યારે રાજકોટ વન વિભાગના મદદનીશ વન અધિકારી એસ.ટી.કોટડિયાએ આ બાબતે માહિતી આપતા કહ્યું કે રાજકોટ જિલ્લાના વાગુદડ નજીક દીપડો જોવા મળ્યાની માહિતી મળી હતી ત્યાર પછી શનિવારે મુંજકા વિસ્તારમાં પણ દીપડો આવ્યો હોવાની વિગતો ટીમને મળી હતી. રવિવારે કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળ્યાની માહિતી મળી હતી. જેના આધારે રાજકોટ વન વિભાગની ટીમ દ્વારા પણ વાગુદળ તેમજ મુંજકા કણકોટ કૃષ્ણનગર સાથેના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીનું પણ માનવું એમ છે કે જે દીપડો છે તેની ઉંમર 3થી 4 વર્ષની હોઈ શકે છે.

વન વિભાગે સૂચના આપી

ત્યારે વાડી વિસ્તારમાં લોકોએ ખુલ્લામાં સૂવું ન જોઈએ અને બાળકોને એકલા રમવા દેવા પણ ન જોઈએ. તેમજ તેઓએ રાત્રિ દરમિયાન બંધ મકાનમાં જ સુવાનો આગ્રહ રાખવો. માસ,મચ્છી કે મટન રાંઘણ કરવામાં આવે તો વધેલો ખોરાક ખુલ્લામાં ફેંકવાના બદલે માટીમાં દાટી દેવો કારણ કે તેની દુર્ગંધથી દીપડો ત્યાં નજીક આવી ના શકે છે.