Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી દેશભરમાં વિવિધ સ્થળોએ થઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જવેલરી મેન્યુફેક્ચર્સે 38 ગ્રામ રોસ ગોલ્ડની વીટીં બનાવી છે. રોસ ગોલ્ડની વીંટી પર ભગવાન શ્રી રામ કંડાર્યા છે જેને જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.

રોસ ગોલ્ડ પર બનાવી વીંટીં 

સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સે વીટી પર રામ મંદિર બનાવ્યું છે. જ્વેલરી મેન્યુફેકેક્ચર્સે આ વીંટીંને 38 ગ્રામ રોસ ગોલ્ડ પર બનાવી છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ સુરતના જવેલરી મેન્યુફેક્ચર્સ એસોશિએશન બેંગ્લુરુ, ચેન્નાઇ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે ભેગા થવાના છે અને ત્યારે આ સોનાની રામ મંદિરની વીંટીને લોન્ચ કરવામાં આવશે.

સોનાની વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ

આ રોસ ગોલ્ડ વીંટીના ઉપરના ભાગમાં શ્રી રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ વીંટીને બનાવવામાં કુલ એક સપ્તાહનો સમય લાગ્યો હતો. બે કારીગરોએ મહા-મહેનતે આ વીંટીને બનાવી હતી જે મહેનત રંગ લાવી છે. ત્યારે સોનાની વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે. 

178 નંગ વીંટીનાં ઓર્ડર મળી ગયાં

કોઈએ નાગરું બનાવ્યું તો કોઈએ અગરબત્તી એટલે મેં વીંટી બનાવી પણ ભગવાન શ્રી રામના પરમ ભક્તોને ભગવાન રામ માટે કંઈક કરવાની ઈચ્છા હતી.  જેથી સુરતના જ્વેલરી એસોશિએશને રોસ ગોલ્ડમાં સોનાની વીંટી બનાવી છે. અયોધ્યા રામમદિરની પ્રતિષ્ઠાનો પર્વની તૈયારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓએ ઉત્સાહ બતાવ્યો છે. જેમાં સુરતનું જવેલરી મેન્યુફેક્ચર એસો. પણ પાછળ રહ્યું નથી. આ વીંટીને બવાવાની સાથે જ પ્રારંભમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર પણ મળી ગયાં છે.

આ પણ વાંચો:  રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ ડોમેસ્ટીક રહેશે,માર્ચમાં ટર્મીનલ થશે શરૂ