Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જામનગર તારીખ 24, જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા ગોપી ડેરી પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગઈ મોડી રાત્રે પૂર્વ માહિતીના આધારે વીજ ચેકિંગ કર્યું હતું અને ફેક્ટરીમાંથી રુપિયા 30 લાખની મસમોટી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે. મધુરમ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં વીજ ચોરી પકડી પાડવામાં આવી છે અને તેને 114000નું વીજ ચોરીનું બીલ ફટકારવામાં આવ્યું છે. તે જ રીતે પીજીવીસીએલ ની લેબોરેટરીમાં ચકાસણી અર્થે આવેલા એક મીટર માં સ્માર્ટ રીતે વીજ ચોરી પકડી પાડવામાં આવી છે અને તે આસામીને પણ 18000નું પુરવણી બિલ અપાયું છે.

જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરીના વીજ અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે જામનગરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ગોપી ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ગેરકાયદેસર વધારાનો કેબલ જોડીને મોટા પાયે વીજ ચોરી કરવામાં આવી રહી છે. તેથી ટીમે ગઈકાલે રાત્રિના 11 વાગ્યાના અરસામાં  ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. જે ચેકિંગ દરમિયાન વીજ ગ્રાહક દ્વારા પોતાની ફેક્ટરીની બહાર આવેલા પીજીવીસીએલ ના વીજ ટ્રાન્સફોર્મર ના ડીબી બોક્સમાંથી એક વધારાનો કેબલ ખેંચીને તેને ભૂંગળીમાંથી પસાર કરી છેક મીટર સુધી લઈ જવાયો હતો અને મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

વીજ ચેકિંગ ટુકડી દ્વારા સ્થળ ઉપર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી તેમજ રોજકામ, પંચનામુ કરીને મીટર , સવસ વાયર કબજે કરી લેવાયા છે અને વીજચોરીમાં વપરાયેલો વધારાનો કેબલ પણ જપ્ત કરાયો છે. સાથે સાથે સ્થળ પરનું વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યું છે. પેઢીના સંચાલકો સામે  વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જયારે આસામીને રૂપીયા 30 લાખનું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. આ વીજ ચોરીની કાર્યવાહીથી એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં ફફડાટ મચી ગયો હતો. વીજ ચોરી નાબૂદ કરવા તથા વીજ લોસ ઘટાડવાની ઝુંબેશના ભાગ રૂપે, કડક કાર્યવાહી અંતર્ગત આ યુનિટમાં પાવર સપ્લાય કરતું ટ્રાન્સફોર્મર પણ પેટા વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે.

જ્યારે મધુરમ સોસાયટીમાં પાણીના ટાંકા પાછળ આવેલ રહેણાંક મકાનમાં વીજ-ચેકિંગ હાથ ધરતા વીજમીટરમાં આવતો ઇનકમિંગ સવસ વાયર ઘરની અંદર મીટરની નજીકથી કાપીને ત્યાંથી ડાયરેક્ટ ટેપિંગ કરીને મીટરને બાયપાસ કરી સીધો જ ઘરનો વીજ વપરાશ ચાલતો માલૂમ પડેલ હતો. તેના આધારે વીજ ચેકિંગની કામગીરી અંતર્ગત મીટર જે તે સ્થિતિમાં કબજે કરી કચેરી દ્વારા વિજ પોલીસ મથકમાં વીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે. અને વિજ ગ્રાહક મહિલા વિમલબા શિવરાજસિંહ ખાચરને રૂપિયા 114601નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.

તે ઉપરાંત વિભાગીય કચેરીની મીટર લેબોરેટરી ખાતે વીજ-મીટરોની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કચેરી દ્વારા અગાઉ બદલાવામાં આવેલા વીજ મીટરમાં સ્માર્ટ રીતે વીજ ચોરી થતું હોવાનું પકડી પાડવામાં આવ્યું હતું અને કચેરી દ્વારા વિજ ગ્રાહક મહિલા નિર્મળાબેન સાવજીભાઈ અજાને રૂપિયા 108775 પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિજ પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો ગુનો દાખલ કરાવાયો છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનના દરેક સ્ટેશનો પર જોવા મળશે અદ્ભૂત નજારો, જાણો કયા શહેરમાં કઈ થીમ