Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દારૂની પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલમાં મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી સુધી અને ત્યાંથી સેક્ટર 1 સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો ટ્રેન શરૂ થાય તેવી પૂરેપૂરી સંભવનાઓ દેખાઈ રહી છે. 

પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી શક્યતાઓ

મળતી માહિતી મુજબ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી લોકોસભાની ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેન પ્રોયગિક ધોરણે ચાલું કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. તો બીજી તરફ વાત કરીએ તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયો છે, હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે. 

મુસાફરોની કેટલી અવર જવર 

અમદાવાદ મેટ્રો કમાઉ દિકરો સાબિત થયો છે. ઓક્ટોમ્બર 2022થી 28મી  ડિસેમ્બર 2023 સુધીમાં કુલ મુસાફરોની અવર જવરની વાત કરવામાં આવે તો તેનો આંકડો 2.50 કરોડને પાર થઈ ચૂક્યો છે. જેની આવકની વાત કરવામાં આવે તો કુલ 36.97 કરોડની આવક થઈ છે. 

આ સ્ટેશનો હશે

ગાંધીનગર મેટ્રો રૂટમાં સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, ગિફ્ટ સિટી, વિશ્વકર્મા કોલેજ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, તપોવન સર્કલ, જુના કોબા,  જીએલએલયુ, કોબા ગામ, પીડીઈયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી જેવા અન્ય સ્ટેશનનો સમાવેશ થઈ શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, ધારાસભ્યો પૂછશે પ્રશ્નો