Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે ઠુંઠવાયુ છે. તેમજ કંડલા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કેશોદમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી સાથે ડિસામાં 13 અને પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.

પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તાપમાન

પોરબંદર, સુરેન્દ્રનગર અને મહુવામાં પણ 14 ડિગ્રી તથા અમરેલીમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગુજરાતમાં ઉતર પૂર્વ-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને આગામી 5 દિવસ સૂકુ વાતાવરણ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. એક વખત પણ કોલ્ડવેવની આગાહી આવી નથી અને તાપમાન પણ સામાન્યથી ઉપર રહ્યું છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે

રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ અસર થઈ છે. હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ પણ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.

આ પણ વાંચો: આવકમાં વધારો થતા શાકભાજીના ભાવમાં ઘટાડો, જાણો પ્રતિ કિલોએ કોની કેટલી કિંમત