Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

26 જાન્યુઆરીના દેશમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પહેલાં મહેસાણામાં યુવાનો દ્વારા વિશેષ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કડી શહેરમાં સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ માટે ગુજરાતમાં પ્રથમ વખત 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે કડી શહેરમાં 5 કિલોમીટર ના વિસ્તારમાં ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

આ માટે 91 જેટલી શૈક્ષણિક ધાર્મિક,રાજકીય સામાજિક,વ્યાપારિક,સંસ્થાઓ એસોસીએશન અને સોસાયટી દ્વારા તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. તે ઉપરાંત આગામી દિવસોમાં યુવાનો દ્વારા અયોધ્યામાં પણ ધ્વજવંદન કરશે.

આ પણ વાંચો: સુરતમાં બોગસ તબીબના કારણે બાળકીનો જીવ ગયો