Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

આંધ્ર પ્રદેશનાં વિશાખા પટ્ટનમમાંના ફીશીંગ હાર્બરમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં 25 યાંત્રિક ફીશીંગ બોટસ બળીને ભસ્મ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો અત્યારે ઝડપભેર વાયરલ પણ થઈ રહ્યો છે. આગ જોતાં જ બંદર ઉપર રહેલા સ્થાનિક માછીમારોએ તરત જ પોલીસને ફોન કરી તેની જાણ કરી હતી.

મળેલ માહિતી મુજબ આ 25 બોટો પૈકી એકમાં એલપીજી સીલીન્ડર ફાટતા આગ ભભૂકી ઊઠી અને સીલીન્ડર ફાટતાં જોરદાર ભડાકો થયો. આ સાથે કોઈ કશું સમજી શકે તે પહેલા તો જ્વાળાઓ ફેલાવા લાગી. તેથી આજુબાજુની 25 ફીશીંગ બોટ મૂળભૂત રીતે તો લાકડાની બની હોય છે. તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો હોય છે. તેથી આગ ઝડપભેર ફેલાઈ રહી. જો કે એલપીજી સીલીન્ડર કેમ કરીને ફાટયું તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ નથી. તેમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ આનંદ રેડ્ડીએ જણાવ્યું હતું.

ડીસીપી રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ અમે 4 લાઇબંબા રવાના કરાવી દીધા હતા. છતાં પણ આગ પૂરી કાબૂમાં ન આવતાં બીજા પણ 4 લાઈબંબા પણ રવાના કરાયા હતા.

ડીસીપી આનંદ રેડ્ડીએ વધુમાં કહ્યું કે સહજ રીતે આ આગથી અફડા તફડી વ્યાપી ગઈ હતી. તે ફીશીંગ બોટસ લાકડા અને પ્લાસ્ટિકની બનેલી હોવાથી લગભગ ભસ્તીભૂત થઈ ગઈ છે.

આ પણ વાંચો: જાણો 12 સાયન્સના અંગ્રેજી વિષયના ફોર્મેટમાં શું કરાયો ફેરફાર