Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

કોઈ કામ સિદ્ધ કરવાનું બસ નક્કી કરી લો તો સફળતાનાં દ્વાર આપોઆપ ખુલી જતા હોય છે. બસ જરૂર છે દ્રઢ મનોબળની. બસ આજ પરિસ્થિતિને વળગીને મહેસાણાની માનસી પટેલે 10 મહિનાની કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂર્ણ કરી હતી. જે બાદમાં માનસી વતન પરત ફરતા માતા-પિતા સહિત ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂત પિતાએ લોન લઈ એકની એક દીકરી ને પાયલટ બનાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પાયલોટ તો ઘણા જોયા હશે. ઊંચા આભ ને આંબવાની કોશિશ તો ઘણા કરતા હોય છે અને સફળ પણ થાય છે પરંતુ આજે અમે તમને જણાવી શું સૌથી નાની ઉમરની મહિલા પાયલોટ વિશે. માત્ર 19 વર્ષની ઉમરમાં આભને આંબવાનું સપનું તેણે ખેડૂત પિતાના સહયોગ થી પૂરું કર્યું છે. છેક સાઉથ આફ્રિકા જઈ અઘરી કહેવાતી કોમર્શિયલ પાયલોટ ની તાલીમ 10 મહિનામાં પૂર્ણ કરી ઘેર આવતા ગામમાં હર્ષોલ્લાસ નો માહોલ જોવા મળ્યો હતો.

નાનપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન થયું સાચું  

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક નાના ગામ લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય પાટીદાર યુવતી 10 માસની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ગામજનો તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આટલી નાની ઉમરમાં જ પાયલોટ બની તેણે સમગ્ર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. વાત કરીએ તો 19 વર્ષીય માનસી પટેલની તો તેણે નાનપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. પરંતુ સ્વપ્નને સાકાર કરવા કઠોર મહેનત કરવી પડે છે અને તેના માટે માનસીએ મહેનત કરી તેનું સ્વપ્ન સાકાર કર્યું છે.

સાઉથ આફ્રિકામાં કોમર્શિયલ પાયલટની તાલીમ પૂર્ણ

પાયલટ માનસી પટેલ સાઉથ આફ્રિકામાં 10 માસની અઘરી કહેવાતી કોમર્શિયલ પાયલટની તાલીમ પૂર્ણ કરી પરત માદરે વતન આવેલ લક્ષ્મીપુરા ગામ આવી. 19 વર્ષીય માનસી પટેલને બાળપણથી જ પાયલોટ બનવાનું તેનું સ્વપ્ન સેવ્યું હતું. જે તેના માતા- પિતાની અથાગ મહેનતથી તેણે તેનું સ્વપ્ન પૂરું કર્યું છે.

માતા પિતા સહિત ગ્રામજનોમાં હર્ષની લાગણી

માનસી પટેલે 1થી 10 ધોરણ કડી P.M.G આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ 11 અને 12 સરગાસણ ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે ધો.10માં તેને 90% આવ્યા હતા. તેમજ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી સ્કૂલ ઓફ એચવીર સ્કૂલમાં ધોરણ 12માં 85% આવ્યા હતા. ધોરણ 12નો અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ (CPL)ના અભ્યાસ અર્થે માનસી પટેલ સાઉથ આફ્રિકામાં ગઈ હતી અને 10 મહિનાનો કોર્સ પૂરો કરીને પાયલોટ બનીને પોતાના વતન પધારી હતી. માનસીના માતા-પિતા સહિત ગ્રામજનો આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં પ્રાથમિક શાળાના બાળકો ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર