Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

રાજ્યમાં ઠંડીમાં આંશિક વધ-ઘટ થઇ છે. જેમાં સવારે અને રાતે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતથી જ બપોરે ગરમી પડવાની શરૂ થઇ છે. તેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયુ છે. કંડલા એરપોર્ટ વિસ્તારમાં 11 ડિગ્રી તાપમાન છે.

રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી

રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 12 ડિગ્રી છે. જેમાં ગાંધીનગર, ડિસા, અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન છે. રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 12 ડિગ્રી, વડોદરા, ભુજ, મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી તથા સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી સાથે ભાવનગર અને સુરતમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. બપોરે ગરમી પડતા મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો છે. સુરત સૌથી વધુ 33 ડિગ્રી, અમદાવાદમાં 31 ડિગ્રી તાપમાન છે. મહુવામાં 31 ડિગ્રી, રાજકોટ અને વડોદરામાં 32 ડિગ્રી તાપમાન રહ્યું છે.

જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો થયો

જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતુ બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે મહત્તમ તાપમાન ઉચકાઈ રહ્યુ છે. પરિણામે દિવસે પણ ઠંડીનો અહેસાસ થતો હતો તેના બદલે બે દિવસથી બપોરે સામાન્ય ગરમી અનુભવાઈ રહી છે. લોકોને દિવસભર ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડતી હતી. તેના બદલે પંખા પણ ચાલુ કરવાની ફરજ પડી રહી છે. દિવસે ગરમી જેવો માહોલ રહેતાં તેની સીધી અસર રવિ પાકો ઉપર પડવાની ભીતિ ઉભી થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો થવાનો ભય પણ ઉભો થયો છે. 

આ પણ વાંચો: બહારનું ખાતા પહેલા સાવધાન, બેકરીના પફમાંથી નીકળ્યો લોખંડનો સ્ક્રુ