Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગેરરીતિ માટે જવાબદાર વિદ્યાર્થીઓના પરિણામ રદ કરો, અન્યને તેની સજા શા માટે ? -  અરજદાર

વકીલાતની પ્રેક્ટિસ માટે બીસીઆઈ દ્વારા લેવાતી પરીક્ષામાં ગેરરીતિનો મામલો

રાજકોટ કેન્દ્રનુ પરિણામ રદ કરવાના બીસીઆઈના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી

બીસીઆઈનો પત્ર, રાજકોટ કેન્દ્ર પર એક્ઝામ આપનારને ફરીથી પરીક્ષા આપવાની મંજૂરી, નવેસરથી ફી ભરવાની જરૂર નહીં

વકીલાતની પરીક્ષા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સનદની પરીક્ષા થોડા સમય પહેલા  લેવામાં આવી હતી. જો કે, આ પરીક્ષા દરમિયાન, રાજકોટના પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિના આક્ષેપ થતા, બીસીઆઈએ રાજકોટ કેન્દ્રનુ પરિણામ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેના લીધે, કાયદાના ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓનુ  ભાવિ અંધકારમય બનતા, તેમણે બીસીઆઈના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત હતી કે, બીસીઆઈએ ફેબ્રુઆરી-2023માં ઓલ ઈન્ડિયા લેવલની બાર એક્ઝામ લીધી હતી. જેમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. આ પરીક્ષા દરમિયાન રાજકોટ કેન્દ્રમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થયા હતા. જેના લીધે, બીસીઆઈએ તપાસ બાદ રાજકોટ કેન્દ્રનુ પરિણામ રદ કરી દીધેલુ. જો કે, બીસીઆઈનો આ નિર્ણય અયોગ્ય અને ગેરકાયદેસર છે. કેટલાક ઉમેદવારોએ ગેરરીતિ આચરેલી છે, તેના આ વર્તનનો ભોગ તમામ ઉમેદવારોને બનાવી ના શકાય. જે લોકો આ ગેરરીતિ માટે જવાબદાર છે, તેમના પરિણામ રદ કરો, આ સિવાયના બાકીના ઉમેદવારોના પરિણામ જાહેર કરો.    

રાજકોટ કેન્દ્ર પર અમદાવાદસુરત સહિતના ઘણા સ્થળોએથી ઉમેદવારો પરીક્ષા આપવા આવેલા. ગુજરાત હાઇકોર્ટમાં આ રિટ અરજી થઇ છે ત્યારે બીસીઆઇના એક પત્ર અંગે ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિના ચેરમેન અનિલભાઈ કેલ્લાએ જણાવેલુ કે, બીસીઆઈએ રાજકોટ કેન્દ્રના ચાર કેન્દ્રો પર પરીક્ષા આપનાર ઉમેદવારોને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામની  આગામી પરીક્ષામાં બેસવા મજૂરી આપી છે. તેમને નવેસરથી પરીક્ષા ફી ભરવાની નહી રહે. જો કે,  જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા, તેમને ફી માફીનો લાભ મળશે નહી.

આ પણ વાંચો : ફેમિલી કોર્ટના હુકમ સામે પતિએ કરેલી રિવિઝન અરજીને હાઈકોર્ટે ફગાવી