Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

વડોદરા શહેરમાં હરણી દુર્ઘટના મુદ્દે એચસીમાં સુઓમોટો દાખલ થઇ છે. જેમાં હરણી દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટ નિર્દેશ જારી કરવામાં આવી શકે છે. તેમજ પીડિતો દ્વારા કોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી શકે છે. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ મિત્રની નિમણૂક થઈ છે. ત્યારે હેમાંગ શાહની કોર્ટ મિત્ર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હેમાંગ શાહ સુઓમોટો પર કોર્ટ તરફથી સુનાવણી કરશે

હેમાંગ શાહ સુઓમોટો પર કોર્ટ તરફથી સુનાવણી કરવામાં આવશે. તેમજ ગૃહ વિભાગ હાઇકોર્ટમાં જવાબ આપશે અને એચસીએ સ્વંય સંજ્ઞાન લઈને ગૃહ વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં દુર્ઘટનાના આરોપીઓએ પરેશ શાહનો ભાંડો ફોડ્યો છે. પરેશ શાહ અને પુત્ર વત્સલ શાહ લેકઝોનનું સંચાલન કરતા હતા. તમામ આરોપીઓએ એક જ સૂર પુરાવ્યો છે. 10 મહિના પહેલા નિલેશ જૈનને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. છતાં પરેશ શાહ અને વત્સલ શાહ જ સંચાલન કરતા હતા.

12 વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત

હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના બની હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યુ છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે, હરણીના લેકઝોન ખાતે ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ શહેરની ન્યૂ સનરાઇઝ શાળાના બાળકો પ્રવાસમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન બોટ પલટી ખાતા 12 વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો:  સુરત મહાનગરપાલિકા કમિશનર 8717 કરોડનું બજેટ કર્યું રજૂ