Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ઈન્ડોનેશિયાના ટાપુ હલમહેરામાં 6.2ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના આંચકા લગભગ 120 કિમી ભૂગર્ભમાં અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 6.2ની તીવ્રતાના ભૂકંપને જીવલેણ માનવામાં આવે છે કારણ કે તેના આંચકાથી ઊંચી ઇમારતો પડી શકે છે.

કોઈ પણ નુકસાનની માહિતી નથી

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)એ જણાવ્યું હતું કે બુધવારે ઇન્ડોનેશિયાના હલમહેરામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ મુજબ ભૂકંપ 120 કિમી (74.56 માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં ઇન્ડોનેશિયાની આપત્તિ શમન એજન્સીએ કોઈ નુકસાન વિશે કોઈ પણ માહિતી શેર કરી નથી.

તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં ફેલાયેલું છે જે ઉચ્ચ સિસ્મિક પ્રવૃત્તિનો વિસ્તાર છે જે અનેક ટેકટોનિક પ્લેટોની ઉપર સ્થિત છે. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

ઈન્ડોનેશિયા ઘણા ટાપુઓનો દેશ છે. તેની વસ્તી 27 કરોડથી વધુ છે. રિંગ ઓફ ફાયર પર તેના સ્થાનને કારણે ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ થાય છે.

ગયા વર્ષે ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 331 લોકોના મોત થયા હતા અને લગભગ 600 લોકો ઘાયલ થયા હતા. 2018ના સુલાવેસી ભૂકંપ અને સુનામી પછી તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર હતો અને લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો: 'જીવતા નાસ્ત્રેદમસ'ની ડરાવી દેનારી ભવિષ્યવાણી, 2023 પૂર્ણ થતા પહેલા બનશે આ મોટી ઘટના