Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદમાં તૈયાર થયેલ નગારું જે 56 ઇંચનું છે તે અયોધ્યાની શાન વધારશે. અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આ નગારું તૈયાર કરવામા આવ્યું છે. નગારાને ફરતા સોનાનુ અને ચાંદીનું નક્સીકામ કરવામાં આવ્યું છે. 450 કિલો વજન ધરાવતું આ નગારું અયોધ્યા મોકલવામાં આવશે.

આવતીકાલે નગારાની શોભાયાત્રા દરિયાપુરમાં યોજાશે

આવતીકાલે આ નગારાની શોભાયાત્રા દરિયાપુરમાં યોજાશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ તડામાર ચાલી રહી છે. ગુજરાતથી ધ્વજા દંડને તૈયાર કરવામાં આવ્યો હતો. તો ત્યારે 108 ફૂટની લાંબી અગરબત્તી પણ અયોધ્યા જવા મોકલવામાં આવી છે. આ દરમિયાન હવે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યામા ભગવાન રામના મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું 56 ઈંચ ઊંચું તૈયાર કરવામા આવ્યું છે. જ્યારે તેનું વજન 25 મણ જેટલું છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવશે છે.

20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી બનાવ્યું

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. વર્ષોથી જે ભક્તો આ ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરના પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળકાય નગારું તૈયાર કરવામાં આવ્યું છે. ડબગર સમાજે તૈયાર કરેલ આ નગારાને 14મી જાન્યુઆરીના રોજ અયોધ્યા લઇ જવામાં આવશે. 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે નગારું તૈયાર કર્યું છે . દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈને કંઈ ભેટ આપી રહ્યા છે. ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ અયોધ્યા રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રામ દરબારનું ચિત્ર રામ મંદિરમાં સ્થાન પામશે, ભુજના ચિત્રકારે રોગાન આર્ટ દ્વારા તૈયાર કર્યું