Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હમણાંથી વતાવરણને લીધે અનેક ફેરફારો જોવા મળ્યા છે. ત્યારે ઘણા બધા પાકની સારી એવી આવક થઈ છે. તેમાં કપાસનો પણ સમાવેશ થાય છે. આ વખતે કપાસમાં સારી એવી આવક થયેલ જોવા મળી છે. આ વખતે યાર્ડમાં 4600 મણ કપાસની આવક નોંધવામાં આવી છે.

તેમજ માર્કેટ યાર્ડમાં એક મણનાં ભાવ 1441 રૂપિયા ભાવ નોંધવામાં આવ્યા હતાં. માર્કેટ યાર્ડમાં ઘઉં, તલ, મગફળી વગેરે જણસીની આવક થઇ હતી અને તેના પણ સારા એવા ભાવ રહ્યાં હતાં. પરંતુ હાલ કપાસના ભાવમાં યાર્ડમાં સ્થિરતા જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ અન્ય જણસનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1,451 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1,250 રૂપિયાથી લઇને 1,441 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 4,600 મણ કપાસની આવક થઇ હતી.

સાવરકુંડલા યાર્ડમાં પણ લોકવન ઘઉં અને તેની સાથે ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. ત્યારે લોકવન ઘઉંનો ભાવ 500 રૂપિયાથી લઇને 568 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઇ 626 નોંધવામાં આવ્યો હતો. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 375 મણ ઘઉંની આવક થઈ હતી.

હાલ જ માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 3,000 રૂપિયાથી લઇ 3,275 રૂપિયા નોંધવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3,310 રૂપિયાથી લઇ 3,310 રૂપિયા ભાવ બોલાયી રહ્યો હતો. યાર્ડમાં 50 મણ તલની આવક  થઈ હતી.

સોયાબીનનો ભાવ પણ 850 થી 940 રૂપિયા સુધી રહ્યો હતો. ત્યારે 70 મણથી પણ વધુ સોયાબીનની આવક થઇ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 375 રૂપિયાથી 525 જેટલો નોંધાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 440 મણ બાજરાની આવક નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં સુરાના અને કંસલ ગ્રૂપના મળી કુલ 22 સ્થળ પર ITના દરોડા

Tags: Cotton , Price , yard