Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

હજ કમિટિ ઓફ ઈન્ડિયા, મુંબઈના પરિપત્ર-1 મુજબ આગામી 2024માં હજ યાત્રાએ જવા ઈચ્છુકો પાસેથી ઓનલાઈન એપ્લીકેશન મંગાવાતા તે અન્વયે આજની તારીખ સુધીમાં ભાવનગર અને બોટાદ શહેર તેમજ જિલ્લામાંથી કુલ મળીને 800 વ્યકિતઓએ અરજી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.

ઈસ્લામ ધર્મમાં હજયાત્રાને બહુ પવિત્ર માનવામાં આવે છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમએ જીવનમાં એક વખત હજ કરવી જોઈએ તેવુ કહેવામાં આવે છે. હજયાત્રા દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજન પૈકીની એક હોય છે. દર વર્ષે ભારત સહિત અલગ અલગ દેશોમાંથી લાખો યાત્રિકો હજ યાત્રા કરતા હોય છે. ભારતમાં સેન્ટ્રલ હજ કમિટી દ્વારા ગત તારીખ 4 ડિસેમ્બરને સોમવારથી આગામી હજ-2024 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. આ માટે હજ કમિટી દ્વારા મુસ્લિમ તીર્થયાત્રા હજ પોલીસીની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે લાખો હજ યાત્રિકો મકકામાં તવાફ કરશે અને પરિક્રમા કરવા માટે કાબા પહોંચશે. આ અગાઉ પણ હજ યાત્રા માટેની નોંધણીની અંતિમ તારીખ 20 ડિસેમ્બર રાખવામાં આવી હતી. તે તારીખ હવે લંબાવવામાં આવેલ છે. જેના કારણે હજયાત્રીઓ આગામી તારીખ 15 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકશે. સેન્ટ્રલ હજ કમિટી દ્વારા હજ યાત્રા અંગે ઓનલાઈન પ્રોસેસ શરૂ કરવામાં આવેલ છે. તે માટે નિયત વેબસાઈટ પર હજ સંબંધિત તમામ માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવાઈ છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે હજ માટે અરજી કરનાર તમામ અરજદારો પાસે પાસપોર્ટ હોવો આવશ્યક છે. હજ યાત્રા માટે ભાવનગર શહેરમાં અલગ-અલગ સ્થળોએ ચાર સેન્ટર તેમજ જિલ્લામાં સિહોર, મહુવા અને પાલિતાણામાં તે માટેના સેન્ટર ફાળવાયા છે. જયારે બોટાદ શહેર અને જિલ્લામાં તે અંગે એક સેન્ટર કાર્યરત છે તેમ ગુજરાત રાજય હજ કમિટી માન્ય ભાવનગર જિલ્લા હજ ખીદમત કમિટીના યુનુસભાઈ મકવાણાએ જણાવી વધુમાં ઉમેર્યુ કે ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ એજન્સી મારફત હજયાત્રા માટે મીનીમમ રૂપિયા છ લાખથી લઈને રૂપિયા નવ લાખનો ખર્ચ થાય છે જયારે સરકારી રાહે રૂપિયા 3.75 લાખનો ખર્ચ યાત્રિકોને થતો હોય છે. ગત વર્ષે 25 લાખથી વધુ શ્રધ્ધાળુઓ હજ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા.

કાબાની પરિક્રમા ઈહરામ પહેર્યા પછી જ કરાય છે

હજ એ એક મુસ્લિમ તીર્થયાત્રા છે જે મુસ્લિમ સમુદાયના 5 સ્તંભોમાંથી એક (શહાદહ, નમાઝ, રોઝા, જકાત અને હજ)અહિં એક મહત્વપુર્ણ સ્તંભ છે. એવુ કહેવાય છે કે મુસ્લિમે જીવનમાં એકવાર હજ કરવી જોઈએ. હજ કરનારને તમામ પાપોમાંથી મુકિત મળે છે અને હજ કરનાર અલ્લાહની ખુબ નજીક બની જાય છે. હજ યાત્રા દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો ઈહરામ નામના સફેદ વસ્ત્ર પહેરે છે. કાબાની પરિક્રમા ઈહરામ પહેર્યા પછી જ કરવામાં આવે છે.

આ પણ વાંચો : અંબાલાલે કરી આફતની આગાહી, આ 5 દિવસ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે , વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર