Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ શહેરના સ્વચ્છતા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરને સ્વચ્છ કરવા માટે AMC દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે સ્વચ્છતા હી સેવાના સફાઈ ઝુંબેશ કાર્યક્રમની શહેરમાં શરૂઆત કરવામાં આવ્યું છે. જેમાં 60 દિવસ સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે.

આ માટે સ્વચ્છતા અભિયાન દરમિયાન ગૃહરાજ્ય મંત્રી સંધવીથી લઈ અમદાવાદના વિવિધ પદાધિકારી અને ચૂંટાયેલા અધિકારીઓ આ ઝુંબેશમાં જોડાય છે. જેના માટે શહેરમાં ચાલી રહેલા સફાઈ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં શુક્રવારે મેયર, ડે. મેયર સહિતના અનેક પદાધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ દેશના આદર્શ નેતાઓના સ્ટેચ્યૂની સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

જેમાં અલગ અલગ 65 જેટલી સ્ટેચ્યૂની સાફસફાઈ કરવામાં આવી હતી. તેમજ જુદી જુદી સંસ્થાના 4100 જેટલા પ્રતિનિધિઓ અભિયાનમાં જોડાયા છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા શાહપુરમાં મહારાણા પ્રતાપ સર્કલ, સારંગપુરમાં ડો. ભીમરાવ આંબેડરના સ્ટેચ્યૂ, દરિયાપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂની સફાઈ કરવામાં આવી હતી. જ્યારે મણિનગર ખાતે પંડિત દીનદયાળ સ્ટેચ્યૂ, દક્ષિણ ઝોનમાં ખોખરા ખાતે ભગતસિંહ, પશ્ચિમ ઝોનમાં વિવેકાનંદ, સરદાર પટેલ સ્ટેચ્યૂ, મહાત્મા ગાંધીના સ્ટેચ્યૂની સાફસફાઈ કરી હતી.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ - મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ, લક્ષ્મીબાઈનું સ્ટેચ્યૂની સફાઇ કરી હતી. ઉત્તર ઝોનમાં શહીદ વીર હેમુ કાલાણી, શિવાજી સ્ટેચ્યૂ, યોગ સર્કલના સ્ટેચ્યૂ, મીરાંબાઈ સ્ટેચ્યૂની સફાઈ કરવામાં આવી હતી. આમ 65 જેટલી અલગ અલગ જગ્યાએ સફાઈ કરવામાં આવી હતી. હવે શનિવારે શહેરના એસજી હાઈ‌વે પર સફાઈ કામગીરી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો કયું શહેર સૌથી ઠંડુ રહ્યું