Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પાલનપુરની ફક્ત 6 વર્ષની નિક્ષા બારોટે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નિક્ષાએ શિયાળાની કડકડતી ઠંડીમાં અતિ અઘરો કેદારકંઠા શિખર સર કરી લીધો  હતો અને 12500 ફૂટ ઊંચાઈએ ભારતના આન બાન અને શાન સમાન તિરંગાને આટલી ઊંચાઈએ લહેરાવ્યો હતો.

બનાસકાંઠામાં ઘણા બાળકોએ નાની ઉંમરમાં મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે. પાલનપુરની 6 વર્ષની નિક્ષા બારોટ પણ આવી જ પ્રતિભાવાન દીકરી છે. માત્ર 6 વર્ષની ઉંમરમાં જ આ દીકરીએ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે. નિક્ષાએ  ભર શિયાળાની કડકડતી ઠંડીમાં અને બરફ વર્ષાની  વચ્ચે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલ કેદારકંઠા ટ્રેક સર કર્યો છે અને અને  12,500 ફૂટની ઊંચાઈએ ભારતીય તિરંગો પણ લહેરાવ્યો છે.

4 વર્ષની ઉંમરથી ટ્રેકિંગ કરે છે

હાલ નિક્ષા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં યુકેજીમાં અભ્યાસ કરે છે. તેણીના પિતા નિલેશભાઈ બારોટ એક  એડવેન્સચર ટ્રેનર પણ છે. નિક્ષાના પિતા નિલેશભાઈ નિક્ષાને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. બાળકીના પિતાએ 10 હજારથી પણ વધુ બાળકોને નેચર સ્ટડી કરાવી છે. તેણીના પિતા સથવારે જ નિક્ષાએ આ પ્રવાસની શરૂઆત  કરી હતી. નિક્ષા ફક્ત 4 વર્ષની હતી ત્યારે તેને ટ્રેકિંગની શરૂઆત કરી હતી. માત્ર 4 વર્ષની ઉંમરમાં જ ટ્રેકિંગ શરૂ કરનાર નિક્ષાએ અત્યાર સુધીમાં માઉન્ટ આબુ ના જંગલોમાં, અરવલ્લીના જેસોરમાં પણ ટ્રેકિંગ કર્યું છે, આ પહાડો નિક્ષા ખૂબ જ સરળતાથી ચઢી જાય છે. ટ્રેકિંગમાં ગયા પહેલાં નિક્ષાએ ઘણી બધી તૈયારી કરી હતી. નિક્ષાએ તૈયારીમાં રનીંગ સ્પોર્ટ્સ તેમજ સ્થાનિક ગબ્બર પર્વતને વારંવાર સર કરવાનો મહાવરો કર્યો હતો.

પરિવાર માટે ગર્વનું કારણ બની છે નિક્ષા

 નિક્ષાની માતા દક્ષાબેન બારોટે કહ્યું કે, નિક્ષા જ્યારે ઘરેથી કેદારકાંઠા માટે નીકળી, ત્યારે તેમને થોડો ડર પણ હતો. કેદારકંઠાનું તાપમાન માઇનસ ડિગ્રીમાં હોય છે. તેમ છતાં પણ નિક્ષાએ નાની ઉંમરમાં ત્યાં પહોંચી તિંરગો લહેરાવ્યો છે. નિક્ષા તેમના પરિવાર માટે ગર્વનું કારણ બની ગઈ છે.

 અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ પૂરો કર્યો પ્રવાસ 

12,500 ફૂટની ઉંચાઈ પર જઈને તિરંગો લહેરાવનાર નિક્ષાએ જણાવ્યું કે, મારા પિતા સાથે મને પણ કેદારકાંઠા જવાની ખૂબ જ ઇચ્છા થઈ હતી. અનેક મુશ્કેલીઓ પડી, છતાં તે હિંમત હારી ન હતી. 12,500 ફૂટ ઊંચાઈ પર પહોંચી ત્રિરંગો લહેલાવ્યો છે. એ બાબતની નિક્ષાને ખૂબ જ ખુશી છે.

આ પણ વાંચો : ડિસેમ્બરને લઈને અંબાલાલ પટેલની આગાહી, જાણો કઈ તારીખોમાં કરા સાથે માવઠું થશે