Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગાંધીનગર શહેર નજીક કોર્પોરેટ હોસ્પિટલોની ભરમાર વચ્ચે સરકારી સિવિલમાં સારવાર લેતાં દર્દીઓની સંખ્યા વધી  રહી છે. વર્ષ-ર૦૨૩ના  બાર માસ દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં 5.44 લાખ  દર્દીઓને ઓપીડી સારવાર આપવામાં આવી હતી  જ્યારે 41,231 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે 31 હજાર જેટલા પેસન્ટને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી.આમ એક વર્ષમાં સિવિલમાં 5.85 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 600 બેડની હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારપછી ઉત્તરોત્તર દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. વર્ષ 2023 માં 5.85 લાખ જેટલા દર્દીઓને સિવિલમાં સારવાર આપવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સિવિલમાં ડોકટરોની સંખ્યામાં વધારો કરવાની સાથે હોસ્પિટલમાં નવા વોર્ડ તેમજ દર્દીઓની પથારીની સંખ્યા પણ વધારવામાં આવી છે . 600 બેડની નવી હોસ્પિટલ બિલ્ડીંગ અને ઓપીડીની નવી બિલ્ડીંગ ફુલફ્લેગમાં શરુ કરી દેવામાં આવી છે.જેના કારણે સિવિલમાં વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી શકે છે. તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વર્ષ-2023ના આંકડાઓ ઉપર નજર કરીએ તો સિવિલ હોસ્પિટલમાં બાર માસ દરમ્યાન ઓપીડી અને ઈન્ડોર પેશન્ટ મળી કુલ 5.85 લાખથી પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

જીએમઇઆરસે સંચાલીત ગાંધીનગર હોસ્પિટલમાં પથારીઓ અને સુવિધા વધવાની સાથે દર્દીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન કુલ 5,44,255 ઓપીડી કેસ નોંધાયા છે તો ઈન્ડોર પેશન્ટમાં પણ વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 41,231 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. જ્યારે 31 હજાર જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવી છે. સિવિલના આંકડા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં દર્દીઓની સંખ્યા વધુ થઈ છે. આ ત્રણ માસમાં સરેરાશ 63 હજાર દર્દીઓ વિવિધ બિમારીઓને લઈ સારવાર માટે આવ્યા હતા.

એક વર્ષમાં 25 હજારથી વધુ ઓપરેશન હાથ ધરાયા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા છેલ્લા ઘણા વર્ષોથી વધી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અહીં સારવાર લેવા આવતા હોય છે એટલુ જ નહીં, અહીં ઓપરેશન કરાવે છે. ગાંધીનગર સિવિલમાં મેજર અને માઇનોર મળીને કુલ 25 હજારથી વધુ દર્દીઓના ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 7994 મેજર ઓપરેશન તથા 27,712 માઇનોર ઓટીનો સમાવેશ થાય છે. ખાસ કરીને ગાયનેક ડિપાર્ટમેન્ટમાં સિઝરીયનના ઓપરેશન વધુ કરવામાં આવતા હોય છે સાથે સાથે સર્જરી અને ઓર્થોપેડિક તથા ઇએનટી ડિપાર્ટમેન્ટમાં ઓટી ધમધમતા હોય છે.

આ પણ વાંચો: બજેટમાં અયોધ્યા, 10 કરોડના ખર્ચે ગુજરાતી યાત્રી ભવન બનશે