Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગોલ્ડન ચોકડી ખાતે સંગમ રોડલાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા વેપારીએ ટ્રકમાં ટાયર નો સ્ક્રેપ દિલ્હી મોકલ્યો હતો. દિલ્હી કર્ણાટક રોડવેઝના માલીક તથા ડ્રાઈવરે માલ દિલ્હી નહિ પહોંચાડી તથા રૂપિયા પડાવી લઈ 5.15 લાખની છેતરપિંડી આચરી હતી. ટ્રાન્સપોર્ટ કરે ડ્રાઇવર અને રોડવેઝના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં રહેતા પ્રમોદ સુરેશકુમાર શર્મા એ ફરીયાદ નોધાવી છે કે હું ગોલ્ડન ચોકડી ખાતે સંગમ રોડલાઇન્સ નામની ટ્રાંસપોર્ટ ઓફિસ ધરાવી ટ્રાંસ્પોર્ટનો ધંધો કરૂ છુ. ગત 19 ઓક્ટોબર 2022ના રોજ હું મારી ઓફીસે હાજર હતો. તે દરમિયાન ઓલી ખાતે દિપક ટાયરના નામથી ટાયરના સ્ક્રેપનો ધંધો કરતા દિપક પ્રેમચંદ મહેન્દીરતાએ મારો સંપર્ક કરી તેઓને ટાયરના સ્ક્રેપનો માલ રોહીણી દિલ્હી ખાતે આવેલી શિવ ટાયર માલીક શીવ ઇશ્વરચંદ બંસલ (રહે.બુધ્ધવિહાર દિલ્હી)ને મોકલવા જણાવ્યું હતું. જેથી મે દિલ્હી કર્ણાટક રોડવેઝના માલીક સંજયકુમાર દયારામ શર્માનો ફોન ઉપર સંપર્ક કરતા તેઓને મને જણાવ્યું હતું કે તેઓની  ડ્રાઇવર આશીન અસરૂ (રહે. ખાડીયા વાસ પાપડા ભરતપુર રાજસ્થાન) ટ્રક લઇને  વડોદરા આવ્યો છે. તમે સંપર્ક કરી વાતચીત કરી લો જે મુજબ મે ડ્રાઇવર આશીન અસરૂ તેમજ ટ્રક માલીક સંજય દયારામ શર્માને વાતચીત કરી રૂ.70 હજાર ભાડુ નક્કી કર્યું હતું અને તા.20 ઓક્ટોબર 2022ના રોજ ટ્રકમાં રૂપિયા 29 હજારનું ડિઝલ પુરાવી ડ્રાઇવર આશીન અસરૂભાઇને ઓનલાઇન 5 હજાર આપ્યા હતા. ત્યારપછી બીજા દિવસે 30 હજાર સંજય કુમાર દયારામ શર્માના કહેવાથી દિલ્હીમાં આવેલી લક્કી ટાયર અને ઓટો મોબાઇલ્સના એકાઉન્ટમાં નાખી અને રૂપીયા 1200 મજુરને આપી અને મારૂ કમીશન 2500 મે લીધુ હતું. તે મુજબ મે ટ્રકમાં મારી ઓફીસ શ્રી સંગમ રોડલાઇન્સ ગોલ્ડન ચોકડી વડોદરાથી રૂપિયા 4.38 લાખના ટાયરના ટુકડાનો સ્ક્રેપનો માલ ભરી મોકલી આપ્યો હતો. પછી મને જાણ થઈ હતી કે ડ્રાઇવર આશીન અસરૂએ માલ પહોચાડ્યો નથી. જેથી મે ડ્રાઇવરને ફોન કરતા ડ્રાઇવરે ફોન કરતા ઉપાડતો ન હતો. જેથી મે દિલ્હી કર્ણાટક રોડવેઝ માલીક સંજયકુમાર દયારામ શર્માંને તેઓના ફોન ઉપર સંપર્ક કરતા તેઓને જણાવ્યું હતું કે, રૂપીયા  12 હજાર તેઓના ડ્રાઇવર આશીન આસરૂના ખાતામાં નાખો એટલે તે ગાડી આગળ મોકલી માલ પહોચાડી દેશે. જેથી મે ઓનલાઇન ડ્રાઇવર આશીનના ખાતામાં રૂપીયા 12 હજાર નાખ્યા હતા. તેથી તેણે 10 દિવસમાં માલ હું પહોંચાડી દઈશ તેવું કહ્યું હતું પરંતુ ત્યાર બાદ 10 દિવસ રાહ જોયા બાદ આજ દિન સુધી અવારનવાર ડ્રાઇવર આશીન અસરૂ તથા દિલ્હી કર્ણાટક રોડવેઝ માલીક સંજય દયારામ શર્માનો સંપર્ક કરતા ખોટા વાયદા કરે છે અને માલ પણ પહોચાડતા નથી.આમ તેઓએ મારી સાથે વિશ્વાસધાત કરી 5.15 લાખ છેતરપીંડી કરી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે દિલ્હી કર્ણાટક રોડવેઝ માલીક સંજય શર્મા અને ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: રામ મંદિરની થીમ ઉપર કાર શણગારી, ગાડી લઈ યુવક સુરતથી અયોધ્યા જશે