Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

નડિયાદ નગર પાલિકાના 400થી વધુ કાયમી અને આઉટસોર્સ કર્મચારીઓનો જાન્યુઆરી મહિનાનો પગાર થયો નથી. તેથી કર્મચારીઓએ કલાક સુધી હડતાલ પાડીને વિરોધ કર્યો હતો. ઉત્તરાયણ નિમિત્તે  કર્મચારીઓ પગારથી વંચિત રહેતા આક્રોશ ફેલાયો છે. 

આગામી 2 દિવસ ઉતરાયણનો તહેવાર છે. તે પહેલા નડિયાદ નગરપાલિકા હજુ સુધી પોતાના જ કાયમી કર્મચારીઓનો પગાર કરી શકી નથી.  આઉટ સોર્સિંગથી કામ કરતા કર્મચારીઓનો તો છેલ્લા ત્રણેક માસથી પગાર ન થયો હોવાની વિગતો સાંપડી રહી છે. આગામી 2 દિવસ ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે. તહેવાર ટાણે તમામ કર્મચારીઓને પણ આર્થિક જરૂરીયાતો પૂરી કરવા પગાર પર જ નિર્ભર હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે.આ સમગ્ર બાબતે ચીફ ઓફીસર યોગ્ય જવાબ ન આપતા આજે નગરપાલિકાના તમામ કર્મચારીઓ સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા.  નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રની ખોટી નીતિ-રીતિઓના કારણે આર્થિક રીતે નગરપાલિકા દેવામાં ચાલી રહી હોય, કર્મચારીઓનો પગાર સુદ્ધા કરી શકતી નથી,  આજે કર્મચારીઓએ  એક કલાક સુધી હડતાલ પડતો પાડી દેતા વહીવટી તંત્ર ભીંસમાં મુકાયું હતું અને સમગ્ર મામલે બેઠકોનો દૌર ચાલ્યો હતો. આ વચ્ચે વહીવટી તંત્રએ કોઈ ચોક્કસ સમાધાન શોધવાની બાહેંધરી આપી હોવાની ચર્ચા વચ્ચે કર્મચારીઓએ ફરી રાબેતા મુજબ કાર્ય શરૂ કરી દીધું હતું. જો કે આ વચ્ચે નગરપાલિકાના સત્તાવાર કામગીરીના સમય દરમિયાન તમામ કર્મચારીઓ તો કામગીરીથી અડગા જ રહ્યા હતા. તે ઉપરાંત પેન્શનરોને સમયસર પેન્શન મળતુ ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે.  

સોમવારે પગાર થશે : કારોબારી ચેરમેન઼

આ સમગ્ર મામલે નડિયાદ નગરપાલિકાના ભાવી કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ, નડિયાદ નગરપાલિકા આગામી સોમવારે તમામ કર્મચારીઓનો પગાર કરશે.

આ પણ વાંચો: નો-પાર્કિંગ ઝોનમાંથી પોલીસે 235થી વધુ વાહનો ઉપાડી લીધા