Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

પંચમહાલમાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેમાં ગોધરા-દાહોદ હાઇવે પર અકસ્માત થયો છે. તેમાં બે ખાનગી બસો વચ્ચે અકસ્માત થતા અફરાતફરી મચી ગઇ હતી. તેમજ આસપાસના લોકો અકસ્માત થતા દોડી આવ્યા હતા તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

30થી પણ વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા

30થી પણ વધુ લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. એક લક્ઝરી બસ સાથે બીજી બસ અથડાઇ હતી. જેમાં લક્ઝરી બસ બગડતા રોડની સાઇડમાં ઉભી હતી. અન્ય લક્ઝરી બસ પાછળથી આવી અથડાઇ ગઈ હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ગોધરા દાબોદ હાઈવે પર પંચર પડતા એક ખાનગી બસ રોડ પર ઉભી હતી ત્યારે અન્ય એક ખાનગી બસ ધડાકા ભેર અથડાઈ હતી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં મહિલા, બે બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

થોડા દિવસ અગાઉ પોરબંદરમા હિટ એન્ડ રનની ઘટના બની હતી

થોડા દિવસ અગાઉ જ પોરબંદરમા હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમા એક કાર ચાલકે બાઇક અને બે સ્કૂટરને હડફેટ લીધા હતા. આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમા ટ્રાફિક સહાયક તરીકે ફરજ બજાવતી એક યુવતીનું મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. અકસ્માત તથા કાર ચાલક ભાગી ગયો હતો. પોરબંદરમા કર્લી જળાશય નજીક બેફામ કાર ચલાવતા કાર ચાલકે એક બાઇક અને બે સ્કૂટરને હડફેટ લીધા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી બાબા બાગેશ્વરનું આગમન, આગામી 26 થી 30 તારીખ સુધી અહીં ભરાશે દિવ્ય દરબાર