Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

સાહુ ગ્રૂપ સાથે જોડાયેલ પરિસર પર દરોડા દરમિયાન છાજલીઓમાં ભરાઈને ચલણી નોટોના ડબ્બાઓ બહાર આવવા લાગ્યા. જેના કારણે આવકવેરા વિભાગની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ.

આવકવેરા વિભાગે અત્યાર સુધી ઓડિશા અને ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલ સ્થળો પરથી 351 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ કાર્યવાહીમાં અત્યાર સુધીની આ સૌથી વધુ જપ્તી બની છે. ઓડિશા સ્થિત બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સામે આવકવેરા વિભાગના દરોડાઓમાં ઝડપાયેલ રોકડની ગણતરીના પાંચમા દિવસે તે રૂ. 351 કરોડ હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવ્યું હતું.

દરોડા 6 ડિસેમ્બરના રોજ શરૂ થયા હતા અને અત્યાર સુધીમાં અધિકારીઓએ કુલ 176 બેગમાંથી 140 બેગની ગણતરી પૂર્ણ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત દેશી દારૂની કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપની લિમિટેડ સાથે જોડાયેલ મિલકતોમાંથી આવકવેરા વિભાગ દ્વારા રૂ.350 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. ત્યારે સોમવારે છઠ્ઠા દિવસે ઓડિશામાં વધુ મિલકતોની શોધ ચાલુ રહી છે.

દરોડાની શરૂઆત 6 ડિસેમ્બરે થઈ

IT સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ બાલાંગિર જિલ્લાના તિતલાગઢ ખાતેની બે બેંકોમાં દારૂના વેપારીના લોકરની તલાશી લીધી અને કેટલાક દાગીના ત્યાંથી મળી આવ્યા છે. જેની કિંમત હજી નક્કી કરવાની બાકી છે. 6 ડિસેમ્બરના રોજ દરોડા શરૂ થયા ત્યારથી આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ બાલાંગીરમાં પડાવ નાખી ત્યાં જ રહ્યા છે. અધિકારીઓ દરોડા દરમિયાન જપ્ત કરાયેલ રોકડના સ્ત્રોત વિશે માહિતી મેળવવા માટે દારૂ બનાવતી કંપનીના ઘણા કર્મચારીઓ અને કેટલાક સ્થાનિક દારૂના વેપારીઓના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 કરચોરીના આરોપમાં ઓડિશા અને ઝારખંડમાં દારૂના વ્યવસાયથી સંબંધિત લગભગ 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે જ્યાં સુધી આવકવેરા અધિકારીઓને કેસમાં કોઈ મોટી સફળતા ન મળે ત્યાં સુધી શોધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીની ઓછી આવક અને કપાસના ઢગલા, જાણો કેટલા ભાવ મળ્યાં