Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મોટા ષડ્યંત્રનો ખુલાસો થયો. ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસ કરવામાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકી તપાસ હાથ ધરી. જેમાં 96 ગુજરાતીઓની સાથે સાથે 303 અન્ય પ્રવાસીઓ પણ ઝડપાયા છે. એક અહેવાલ મુજબ તેમાંથી 11 સગીર એવા હતા જેમનાં માતા-પિતા તેમની સાથે નથી. UAEથી નિકારાગુઆ જઈ રહેલ પ્લેનને માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં રાતથી રોકી દેવામાં આવ્યું. જેમાં 303 તો ભારતીયો છે. જે લોકો હાલ તો ફ્રાન્સની કસ્ટડીમાં છે.

પ્લેનમાં સવાર ભારતીયોમાં મોટાભાગના પંજાબ અને ગુજરાત રાજ્યોના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઝડપાયેલ લોકો નિકારાગુઆથી અમેરિકામાં પ્રવેશ કરવા માંગતા હતા. આજે આ લોકોને જજ સમક્ષ હાજર કરવામાં આવશે. તે પછી નક્કી કરવામાં આવશે કે તેમને છોડવામાં આવે કે કસ્ટડી લંબાવવામાં આવશે.

આ બાબતનો રિપોર્ટ ભારત સરકારને પણ મોકલવામાં આવ્યો છે. ફ્રાન્સના અખબારના જણાવ્યા મુજબ કેસની તપાસ ફ્રાન્સની એન્ટિ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ જુનાલ્કો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 2 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ પ્લેનમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

ભારત સરકારનું નિવેદન

ભારતીય યાત્રીઓને લઈને જતા પ્લેનને રોકવાના બાબતે ભારત સરકારે નિવેદન આપ્યું. ફ્રાંસ સ્થિત ભારતીય અધિકારીઓની સાથે ભારત સંપર્કમાં હોવાનો દાવો થયો છે. ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ભારતીય દૂતાવાસની ટીમ પણ પહોંચી ગઈ છે. સમગ્ર સ્થિતિ પર સતત નજર છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. માનવ તસ્કરીના ષડ્યંત્ર પાછળ દિલ્લીના એજન્ટનો હાથ હોવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

રાષ્ટ્રવ્યાપી કબૂતરબાજીનું રેકેટ ચલાવનાર સૂત્રધાર કોણ છે?

દિલ્હીનો શશી રેડ્ડી નામનો સુત્રધાર કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યુંછે. ગુજરાતમાં 10 થી વધારે સબ એજન્ટો રોકી શશી રેડ્ડી દ્વારા કબૂતરબાજીનું રેકેટ ચલાવવામાં આવતું હતો.

અમદાવાદ,મહેસાણા,ગાંધીનગરમાં શશી રેડ્ડીનું આ માનવ તસ્કરીનું નેટવર્ક ચાલે છે. ત્યારે વ્યક્તિદીઠ 80 લાખ લઇ અમેરિકા ગેરકાયદેસર રીતે ઘુસાડવાનું કૌભાંડ ચાલતું હતું. એક મહિનાથી દૂબઇથી ચાર્ટડ પ્લેનથી નિકારાગુઆ થઇને અમેરિકામાં ગેરકાયદેસર મોકલવાનું રેકેટ ચાલતું હતું. અત્યાર સુધી 1200 જેટલા ભારતીયોની વાયા નિકારાગુઆ થઇને અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવી હોવાનું પણ જાણવામાં આવ્યું છે.

શશિ રેડ્ડી સૂત્રધાર હોવાની સુરક્ષા એજન્સીઓને આશંકા હતી. ઇમિગ્રેશન માફિયાથી દિલ્લીનો શશિ રેડ્ડી નામનો આ શખ્સ પેહલાથી જ બદનામ છે.

આ પણ વાંચો : વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી