Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

મોરબી જિલ્લાના ટંકારા ખાતે આજથી ત્રીદિવસીય ઉત્સવનો પ્રારંભ થયો છે. સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતી નિમિતે આર્યસમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આ ત્રીદિવસીય "જ્ઞાન જ્યોતિ પર્વ "ની શરૂઆત કરવામાં કરાવવામાં આવી છે. આજે પ્રથમ દિવસે શોભાયાત્રા , યજ્ઞ તથા વૈદિક મંત્રોચ્ચાર જેવા કાર્યક્રમો આકર્ષણના મુખ્ય કેન્દ્ર રહ્યા છે.

ટંકારા એટલે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ

ટંકારા એટલે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. જેમાં સ્વામીજીના આજે 200માં જન્મદિવસે આ કાર્યકર્મનું આયોજન આર્યસમાજ દ્વારા કરવમાં આવ્યું છે. આખા ટંકારાને દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે. સ્વામીજીના સંસ્મરણો તાજા થાય એ પ્રકારના તેમની જીવનની ઝાંખી કરવાતા નિદર્શન તેમજ આર્ય સમાજના સંસ્થાનો, સ્વામીજીની જીવનયાત્રામાં જોડાયેલા સ્થળોની યાદ તાજી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે રાજકોટ ખાતે ઉતરાણ કરીને ટંકારા પધાર્યા

આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરિવાર સાથે રાજકોટ ખાતે ઉતરાણ કરીને ટંકારા પધાર્યા હતા. જ્યાં તેમના દ્વારા આ ત્રી દિવસીય કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી. ઉપરાંત આર્ય સમાજના શિષ્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભવ્ય શોભાયાત્રા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલિ જોડાય એવી પણ શક્યતા છે. તો સાંસદ પરસોત્તમ રૂપાલા પણ પધારી રહ્યા છે ઉપરાંત કાર્યક્રમના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છ. ત્યારે સ્વામીજીના જીવન પર આધારિત આ કાર્યકર્મ સમગ્ર મોરબી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો બહારગામથી આર્ય સમાજના અનુયાયીઓનો અવિરત પ્રવાહ ટંકારા તરફ વહી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં અચાનક બેભાન થયા બાદ યુવકનું મોત