Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

'વન નેશન, વન સ્ટુડન્ટ' હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે. આ ID જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) નામ આપવામાં આવ્યું છે. આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે.

જાણો કેટલાં વિદ્યાર્થીઓને અપાઈ?

કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 4.50 કરોડ વિદ્યાર્થીઓમાંથી 2.50 કરોડને APAAR આઈડી આપી દીધી છે. બાકીના વિદ્યાર્થીઓ માટે APAARનું કામકાજ ચાલુ છે. શાળાના વિદ્યાર્થીઓ માટે યુનિક આઈડી બનાવવા માટે રાજ્યોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એકવાર આ યોજના લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ દેશમાં ગમે ત્યાં જઈ શકશે અને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. હાલમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય ગૂંચવણોના કારણે આ પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

જાણો આ આઈડી કેવી રીતે કામ કરશે? 

વિદ્યાર્થીના બાલ વાટીકામાં પ્રવેશ મેળવતા જ તેની APAAR આઈડી બની જશે. જેમાં વિદ્યાર્થીનું નામ, વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, JEE, NEET, CUET અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં પણ આ ID અપલોડ કરવાની રહેશે.

ડિજીલોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ જોડવામાં આવશે

આ ID ને DigiLocker અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે ત્યારે પણ તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂર રહેશે નહીં. અભ્યાસ પછી કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.

આ પણ વાંચો: વરસાદની આગાહી પડી સાચી, દેશમાં આગામી 48 કલાક માટે જાણી લો આગાહી