Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story
વડોદરાના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે ગયા હતા. ત્યારે બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. ત્યારે આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે.

બે શિક્ષક અને 13 બાળકના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું 

2 શિક્ષક અને 13 બાળકના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા બાકીના બાળકો અને શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના પછી વડોદરામાં વર્ષ 1993માં સુરસાગર તળાવમાં થયેલી દુર્ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે વડોદરાની ન્યૂ સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરવામાં આવી હતી. તે વખત 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનું મૃત્યુ થયાં હતાં.

17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ

આ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર P.V.મુરજાણીની 17 વર્ષની લડત પછી મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રૂ. 1.39 કરોડ ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો. જે પછી મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી. તે બાદ વર્ષ 2010માં વડોદરા કોર્પોરેશન દ્વારા બોટિંગની સુવિધા શરૂ કરવામા આવી હતી. પરંતુ એ વખતે પણ બોટમાં બેસવા જતા બે કોર્પોરેટરો સહિતના ત્રણ લોકો તળાવમાં પડી જતાં સુવિધા બંધ કરવામાં આવી હતી. જે વર્ષ 2022માં ફરીવાર શરૂ કરવામાં આવી હતી.