Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017માં થયેલા અતિ ભારે વરસાદ દરમિયાન ભારે પૂરના પાણીમાં તણાઇ જવાથી ડૂબી જનાર ત્રણ યુવકોના મોતના કેસમાં સરકાર તરફથી યોગ્ય વળતર નહી ચૂકવાતાં પરિવારજનો તરફથી હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજય સરકાર, બનાસકાંઠા જિલ્લા કલેકટર સહિતના સત્તાધીશોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ઓકટોબરમાં હાથ ધરાશે.  

સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2017માં ભારે વરસાદના લીધે બનાસકાંઠામાં ભારે પૂરના લીધે, પાંચ સ્થાનિક યુવકો વાઘણા ગામ નજીક પાણીમાં તણાયા હતા, જેમાં ત્રણના મોત થયા હતા અને બે યુવકો બચી ગયા હતા. આ કેસમાં સ્થાનિક અધિકારીએ એવો રિપોર્ટ રજૂ કરેલો કે, ત્રણેય યુવકો તળાવમા ન્હાવા પડતાં તેમનું ડૂબી જવાથી મોત થયુ છે. જેથી ટીડીઓના આવા ખોટા રિપોર્ટના કારણે પીડિત પરિવારજનોને સરકારી વળતર મળી શકયુ ન હતું. અરજદાર પક્ષ તરફથી રાજય સરકાર દ્વારા ત્રણેય યુવકોના કેસમાં સરકારી નિયમ મુજબ, જે વળતર ચૂકવવાનું થતુ હોય તે તાકીદે ચૂકવવામાં આવે.