Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

જે ઉંમરે બાળકો બોલતા શીખે છે તે ઉંમરે બ્રિટિશ મૂળના બે વર્ષના ટોટ કાર્ટરે વિશ્વના સૌથી નાની ઉંમરના પર્વતારોહક બનવાનો ખિતાબ જીત્યો છે. તે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચનારો સૌથી નાનો બાળક બની ગયો છે. આ પહેલા પણ ચેક રિપબ્લિકના 4 વર્ષના બાળકે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે તેના માતા-પિતા આ સફળતાથી ખૂબ જ ખુશ છે. તેઓએ કહ્યું કે આ માટે ટોટને યોગ્ય રીતે શ્વાસ લેવા અને બહાર કાઢવાની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગમાં સમયાંતરે યોગ્ય હેલ્થ ચેકઅપ અને બ્લડ ટેસ્ટ કર્યો હતો.

પરિવાર એશિયાના એક વર્ષના પ્રવાસે હતો

મળતી માહિતી અનુસાર ટોટ કાર્ટર પોતાના માતા-પિતા સાથે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી ગયો છે. મીડિયાને આપેલા નિવેદનમાં તેના પિતા રોસે જણાવ્યું છે કે તે પરિવાર સાથે એશિયાના એક વર્ષ લાંબા પ્રવાસ પર છે. આ ઘટના 25મી ઓક્ટોબર 2023ના રોજ બની હતી. જ્યારે હું, મારી પત્ની જેડ અને પુત્ર સાથે નેપાળની દક્ષિણ સાઇટ પર જમીનથી 17598 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પમાં ગયો હતો. તેણે કહ્યું છે કે તે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર છે. અમારો પ્રવાસ એક વર્ષનો હતો, જેમાં અમે લોકો શ્રીલંકા, નેપાળ અને માલદીવ સહિતના અનેક સ્થળોની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે આ બધા માટે અમે આરોગ્ય નિષ્ણાતો પાસેથી પૂરતી તાલીમ પણ લીધી હતી.  આ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી.

માતા અને પિતાને મોશન સિકનેસ, પરંતુ બાળકને કોઈ સમસ્યા નથી

રોસના જણાવ્યા મુજબ બેઝ કેમ્પમાં જતા પહેલા ટોટની બ્લડ ટેસ્ટ અને અન્ય સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. અમે બેઝ કેમ્પ તરફ જતા હોવાથી ટોટને કોઈ સમસ્યા ન હતી. પરંતુ તે અને તેની પત્ની જેડ મોશન સિકનેસથી પીડાતા હતા. તેણે કહ્યું છે કે અમે ટ્રિપ માટે સંપૂર્ણ તૈયારી કરીને ગયા હતા. રસ્તામાં ઊંઘવા માટે અને ઠંડી સામે રક્ષણ માટે જેકેટ અને ટેન્ટ સાથે હતા.

આ પણ વાંચો:  માલદીવ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજને ઈન્ડોનેશિયાએ અટકાવ્યુ