Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

શુક્રવારે મેક્સિકોમાં 55 માઇગ્રન્ટ્સને લઈ જતી એક બસને અકસ્માત નડ્યો હતો જેમાં, 16 લોકોના મોત થયા હતા અને લગભગ 27 લોકો ઘાયલ થયા હતા. મૃતકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી હતા.

મળતી માહિતી અનુસાર, બસ ઓક્સાકામાં હાઈવેના વળાંક દરમિયાન ઓવરટર્ન થઈ ગઈ હતી. અકસ્માત પાછળનું કારણ હજુ જાણી શકયું નથી. ઘાયલ લોકોની સ્થિતિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

છેલ્લા કેટલાક સમયમાં યુએસ બોર્ડર તરફ પ્રવાસ કરતા સ્થળાંતર કરનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

સ્થળાંતર એજન્ટો વારંવાર સ્થળાંતર કરનારાઓને યુએસ લઈ જવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો આશરો લેતા હોય છે. સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર સ્થળાંતર કરનારાઓ અને દાણચોરો વારંવાર અનિયંત્રિત બસો, ટ્રેનો અથવા માલવાહક ટ્રક જેવા મુસાફરીના જોખમી ઓપ્શન શોધે છે.

થોડા દિવસ પહેલા, ગ્વાટેમાલાની સરહદ નજીક, પડોશી રાજ્ય ચિયાપાસમાં હાઇવે પર એક માલવાહક ટ્રક અથડાઈ હતી, જેના કારણે 10 ક્યુબન સ્થળાંતરીઓના મૃત્યુ થયા હતા. માલવાહક ટ્રક અકસ્માતમાં અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જી ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. 

ગયા અઠવાડિયે, ચિયાપાસમાં એક હાઇવે પર એક ટ્રક પલટી ગઈ, જેમાં બે સેન્ટ્રલ અમેરિકન માઇગ્રન્ટ્સનાં મોત થયાં અને અન્ય 27ને ઈજા થઈ હતી અને ટેક્સાસ બોર્ડર પાસે કોહુઈલા રાજ્યમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યા પછી ગયા અઠવાડિયે બે સેન્ટ્રલ અમેરિકન માઇગ્રન્ટ્સનાં મૃત્યુ થયાં હતા.

(Disclaimer: આપેલ માહિતી ન્યુઝ એજન્સીઓના ઈનપુટ દ્વારા આપવામાં આવી છે, અહી આપવામાં આવેલ માહિતીની અમે (New Gujarati News) પુષ્ટિ કરતા નથી)