Web Analytics Made Easy - Statcounter
Home Videos Latest News Web Story

ગુજરાતનાં જૂનાગઢમાં હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. જેમાં લાખો શ્રદ્ધાળું પરિક્રમામાં જોડાયા છે, આ યાત્રા દરમિયાન એક ભયંકર દુ્ર્ઘટના બની છે. જેમાં 11 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગિરનારની લીલી પરિક્રમના રૂટ પર હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં બોરદેવી નજીક દીપડાએ બાળકી પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે.

લીલી પરિક્રમ દરમિયાન બોરદેવી નજીક દીપડાએ પરિક્રમા દરમિયાન 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં પાયલ સાખન નામની બાળકીનું મોત નિપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થઈ ગયું છે. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા 36 કિલોમીટર લાંબી છે. આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે. ગિરનારની લીલી પરિક્રમાને લઇને ભક્તોમા ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ પણ છે.

ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવાશે. સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે પણ પરિક્રમામાં આવતા ભક્તોને રુટ પર ગંદકી ન કરવા માટે અપીલ કરી હતી.

ગુજરાતમાં હાર્ટ અટેકના બનાવમાં વધારો થયો છે જેને ધ્યાનમાં રાખીને ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જો આવી કોઈ ઘટના બને તો ભાવિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા પણ રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે ૮૦ જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્ધારા CPRની તાલીમ પણ અપાઈ હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ જરૂરી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.

આ પણ વાંચો : જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ